Aapnu Gujarat
રાષ્ટ્રીય

૧૫ ઓગસ્ટે સામુહિક કાર્યક્રમ આયોજિત ન કરવાની સલાહ

સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એડવાઇઝરી જાહેર કરી છે. તે રાજ્ય સરકારો, કેન્દ્ર શાસિત પ્રદેશો, સરકારી ઓફિસ અને રાજ્યાલને મોકલવામાં આવી છે. ગૃહ મંત્રાલયની એડવાઇઝરીમાં ૧૫ ઓગસ્ટના સમયે સામુહિક કાર્યક્રમ આયોજિત ન કરવાની સલાહ આપવામાં આવી છે.એડવાઇઝરીમાં સ્વતંત્રતા દિવસ ઉજવવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવા માટે કહેવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલય તરફથી આ ગાઇડ લાઇન્સ દેશમાં કોરોના વાયરસના વધતા કેસને ધ્યાનમાં રાખીને જાહેર કરવામાં આવી છે.ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડ લાઇન્સમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના સંક્રમણના ખતરાને જોતા માસ્ક લગાવવું, સેનિટાઇઝેશન અને સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવું જરૂરી છે. સ્વતંત્રતા દિવસ પર ટોળું ભેગું ના થાય, તેનું ધ્યાન રાખવું પડશે. આ ઉપરાંત કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા પહેલાથી જાહેર દિશા-નિર્દેશોનું પાલન કરવું પણ જરૂરી છે.ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારોને પણ સલાહ આપવામાં આવી છે કે, ડોક્ટર, હેલ્થ વર્કર્સ અને સફાઇ કર્મચારીઓને સ્વતંત્રતા દિવસના કાર્યકર્મમાં તેમની સેવા માટે સન્માન કરવા માટે આમંત્રિત કરવામાં આવે. જે લોકો કોરોના સંક્રમિત થયા બાદ સાજા થઇ ગયા છે. તેમને પણ કાર્યક્રમમાં બોલાવવામાં આવે.આમ આ વખતે દેશનાં ઐતિહાસિક લાલ કિલ્લા અને રાજ્યોમાં સ્વતંત્રતા દિવસની ઉઝવણી ઘણી સાદાઇથી થવાની શક્યતા છે અને મોટાભાગનાં કાર્યક્રમો સાદાઇથી પાર પાડવામાં આવશે.

Related posts

AMMK decides not to contest Vellore parliamentary polls: T.T.V. Dhinakaran

aapnugujarat

શુજાતને મારી નાંખવાનો હુકમ હાફીઝ સઇદ દ્વારા અપાયો

aapnugujarat

Road accident in AP: 6 died, many injured

aapnugujarat

Leave a Comment

UA-96247877-1