Aapnu Gujarat
રાષ્ટ્રીય

બિહારમાં ગંડક નદી ગાંડીતૂર

નેપાળ અને બિહારમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ગંડક નદી બે કાંઠે વહી રહી છે. શુક્રવારે ગોપાલગંજ અને પૂર્વી ચંપારણમાં ગંડક નદી પર બાંધવામાં આવેલા ડેમ અને ચેકડેમ તૂટી ગયા. જેના કારણે એક હજારથી વધુ ગામોમાં પૂરના પાણી ફરી વળ્યા હતા, અને લોકો જીવ બચાવવા માટે ઊંચાઇવાળા સ્થળો પર દોડી ગયા હતા.ડેમ તૂટવાથી બંને જિલ્લાના આશરે એક લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. ગોપાલગંજ જિલ્લાના બરૌલી તાલુકામાં દેવાપુરની પાસે આવેલો સારણ મુખ્ય ડેમ તૂટી ગયો હતો. પાણીનો પ્રવાહ નેશનલ હાઇવે-૨૮ તરફ વહી રહ્યો છે. જેથી હાઈવે પર પાણીનું દબાણ વધી ગયું છે. દુર્ઘટના રોકવા માટે ઘણા સ્થલોએ બેરિકેડિંગ પણ કરવામાં આવ્યું છે. દેવાપુરમાં પાણીની ઝડપી પ્રવાહમાં એક ૧૨ વર્ષનો કિશોર તણાઇ ગયો હતો.પૂર્વી ચંપારણ જિલ્લાના સંગ્રામપૂર તાલુકાના દક્ષિણી ભવાનીપુર પંચાયતના નિહાલુ ટોલામાં બંધાયેલા ચંપારણ ડેમમાં આશરે ૧૦ ફૂટ ગાબડુ પડી ગયું હતું. જેના કારણે ડેમમાંથી વહી રહેલું પાણી આસપાસના ૬૦૦ ગામમાં ફેલાઇ રહ્યું છે. પૂરના આ પાણી સ્ટેટ હાઇવે-૭૪ ઉપર પણ ફરી વળ્યા છે. રાજ્ય સરકારે આ વિસ્તારમાં ઘણા સ્થળોએ એનડીઆરએફની ટીમોને તૈનાત કરી દીધી છે.

Related posts

બધા મુસ્લિમ સંગઠિત થશે તો મોદી પરાજિત : બિહારના કટિહારમાં સિદ્ધૂનું વિવાદાસ્પદ નિવેદન

aapnugujarat

SC’s order on Cauvery should be followed by all stake holders to: TN GUV Purohit

aapnugujarat

કાશ્મીરમાં બુરહાન વાની ગેંગનો સફાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1