Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં કોન્સ્ટેબલને મારી નાંખવાની ધમકી

અમદાવાદના શાહપુર વિસ્તારમાં માસ્ક વગર ફરતા શખ્સોને પોલીસ કોન્સ્ટેબલે માસ્ક પહેરવાનું કહેતા ઉશ્કેરાયેલા યુવકે પોલીસ સ્ટેશનની અંદર જઇને પોલીસ જવાનોને જાનથી મારવાની ધમકી આપી હતી. ધમકી આપનાર યુવકે પોલીસ સ્ટેશનમાં જ અપશબ્દો બોલી પોલીસ સાથે ઉદ્ધતાઇ ભર્યું વર્તન કર્યું હતું.
હાલ પોલીસે યુવક વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી આરંભી છે.પોલીસ કંટ્રોલ રૂમના આધારે શાહપુર પોલીસના કર્મચારીઓને ફોન કરનાર ફરિયાદીને પોલીસ સ્ટેશને લઇને આવ્યા હતા. ફરિયાદી સાથે આવેલા યુવકે માસ્ક નહોતું પહેર્યું.
પોલીસ સ્ટેશન ઓફીસર તરીકે ફરજ બજાવતા દિનેશભાઇ તેને માસ્ક પહેરવાનું કહ્યું હતું. આથી ઉશ્કેરાયેલા યુવકે ઉંચા અવાજે પબ્લિકના માણસોને ખોટા હેરાન કરો છો તેમ કહેતા દિનેશભાઇએ તેને શાંતિથી વાત કરવા જણાવીને નામ પુછ્યું હતું.
યુવકે દિનેશભાઇને અપશબ્દો બોલી ધમકી આપતા કહ્યું કે, મારુ નામ કૃણાલ પરમાર છે.ઘી કાંટાનાં અડવૈયાના ડેલામાં રહુ છું. પોલીસ સ્ટેશનની બહાર નિકળીશ તો જાનથી મારી નાખીશ. હાલ કૃણાલ વિરુદ્ધ પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઇની ફરિયાદના આધારે ગુનો નોંધીને કાર્યવાહી આરંભી છે.

Related posts

છત્રાલ જીઆઇડીસી એક્સિસ બેંકમાં ફાયરિંગ કરીને એક કરોડની લૂંટ કરાયાની શંકા

aapnugujarat

વન વિભાગનું પેપર લીક નથી થયું તેવું પોલીસ તપાસમાં સામે આવ્યું, પરીક્ષા રદ નહીં થાય

aapnugujarat

શક્તિસિંહ પર કોઈ આક્ષેપ થયા નથી : નીતિન પટેલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1