Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કાશ્મીરમાં બુરહાન વાની ગેંગનો સફાયો

જમ્મુ-કાશ્મીરમાં સોપિયનમાં શુક્રવારના દિવસે સુરક્ષા દળોને અભૂતપૂર્વ સફળતા હાથ લાગી હતી. સેના, સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડીને આતંકવાદીઓના પોસ્ટર બોય બુરહાન વાનીના બ્રિગેડ કમાન્ડર લતીફ અહેમદ દાર ઉર્ફે લતીફ ટાઈગરને ઠાર કરી દીધો હતો. લતીફની સાથે આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના બે અન્ય આતંકવાદી પણ ઠાર થયા છે. લતીફના મોત સાથે જ ખીણમાં બુરહાન ગેંગનો ખાત્મો થઈ ગયો છે. લતીફના મોત સાથે જ રક્તપાતનો પણ ખીણમાં અંત આવ્યો છે. ઈમામ સાહીબ ગામમાં આજે સવારે સુરક્ષા દળોને ગુપ્ત સૂચના મળી હતી. ત્યારબાદ બાતમીના આધાર ઉપર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ગાળા દરમિયાન છુપાયેલા હિઝબુલના આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. બંને તરફથી જોરદાર ગોળીબાર કરવામાં આવ્યો હતો. ગોળીબારની રમઝટમાં હિઝબુલના ત્રણ ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ હિઝબુલના કમાન્ડર લતીફ અહેમદ દાર ઉર્ફે લતીફ ટાઈગર, તારીક મૌલવી અને શરીક અહેમદ તરીકે થઈ છે. આ આતંકવાદીઓની પાસેથી મોટા પ્રમાણમાં હથિયારોનો જંગી જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. લતીફ પુલવામાનો નિવાસી હતો જ્યારે તારીક અને શરીફ સોપિયન વિસ્તારના નિવાસી હતા. લતીફ વર્ષ ૨૦૧૪માં આતંકવાદીગતિવિધિમાં સામેલ થયો હતો. ત્યારબાદથી તે આતંકવાદી ગતિવિધિમાં સક્રિય હતો. વર્ષ ૨૦૧૬માં હિઝબુલ મુજાહિદ્દીનના કમાન્ડર અને આતંકના નવા પોસ્ટર બોય બનેલા બુરહાન વાનીનો ૧૦ અન્ય આતંકવાદીઓની સાથે ફોટો જારી કરાયા બાદ ખભભળાટ મચી ગયો હતો. મોડેથી સુરક્ષા દળોએ આઠમી જુલાઈ ૨૦૧૬ના દિવસે બુરહાન વાનીને ઠાર માર્યો હતો. બુરહાન વાનીના ઠાર થયા બાદ ખીણમાં તંગદિલી ફેલાઈ હતી. ત્યારબાદથી લઈને હજુ સુધી રક્તપાતના દોરમાં સેંકડો લોકોના મોત થયા છે. હિઝબુલના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી બુરહાન વાનીને લઈને ખીણમાં બે મત પ્રવર્તે છે. સોશિયલ મીડિયા પર ખીણના યુવાનોમાં ખૂબ લોકપ્રિય બુરહાન વાની કોણ હતો તે અંગે બે જવાબ મળે છે. થોડાક સમય પહેલા સુધી ભારતીય લોકોને પ્રશ્ન કરવામાં આવતા તેને ભારતીય એજન્ટ તરીકે ગણાવતા હતા. જ્યારે સુરક્ષા દળો માટે તે મીડિયામાં ઉભો કરવામાં આવેલો કાગળ પરનો સિંહ હતો. પુલવામાના ત્રાલ વિસ્તારમાં જન્મેલા બુરહાન ૧૫ વર્ષની વયથી જ આતંકવાદી ગતિવિધિમાં જોડાયો હતો. ૨૨ વર્ષની વયમાં તે એન્કાઉન્ટરમાં ઠાર થયો હતો. એન્કાઉન્ટરમાં ખાત્મા પહેલા જૈશ ખીણમાં સમાપ્તિ તરફ પહોંચી જતા તેના આતંકવાદીઓનો ખાત્મો થવા આવ્યો હતો. ત્રણ વર્ષના ગાળા બાદ જૈશની ગતિવિધિ ફરી સક્રિય થઈ હતી. જૈશે મોહંમદનો ઈરાદો કાશ્મીરમાં સેંકડો બુરહાન વાનીને જન્મ આપવાનો હતો. જૈશે મોહંમદ અને લશ્કરે તોયબા તેમજ હિઝબુલ મુજાહિદ્દીનનું પણ તે કામ કરતો હતો. આ વર્ષે સુરક્ષા દળો પર તમામ હુમલામાં જૈશની જવાબદારી હતી. પુલવામા હુમલા પાકિસ્તાનની સરહદથી દુર છે જેથી પાકિસ્તાનમાંથી આવેલા આતંકવાદીઓ માટે અહીં છુપાવવાની બાબત મુશ્કેલ છે. જૈશે સ્થાનિક યુવાનોની ભરતી શરૂ કરી હતી. પુલવામા હુમલામાં હાલમાં જ ૪૦ સુરક્ષા જવાનો શહીદ થયા હતા. ત્યારબાદ ભારતે બાલાકોટમાં હવાઈ હુમલા કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, જૈશે મોહંમદ, લશ્કરે તોયબા અને હિઝબુલ મુજાહિદ્દીન જેવા આતંકવાદ સંગઠનો હજુ પણ ખીણમાં સક્રિય થયેલા છે. આતંકવાદીઓ મોટાપાયે હિંસા ફેલાવવાની યોજના હજુ પણ ધરાવે છે પરંતુ સુરક્ષા દળોના અતિ કઠોર પગલાના પરિણામ સ્વરૂપે ત્રાસવાદીઓને સફળતા મળી રહી નથી. લોકલ ભરતીથી લઈને હથિયારો રાખવાના મામલામાં જૈશે મોહંમદના આકાઓ આગળ રહ્યા છે. જ્યારે હિઝબુલ મુજાહિદ્દીન અને લશ્કરે તોયબાના આતંકવાદીઓ જૈશની પાછળ રહ્યા છે. આ વર્ષે સુરક્ષા દળો પર થયેલા તમામ મોટા હુમલાની જવાબદાર જૈશે મોહંમદે સ્વીકારી હતી. પાકિસ્તાનમાંથી આવેલા આતંકવાદીઓ ખૂબ ખતરનાક હુમલા કરવાની યોજના ધરાવે છે. જૈશે મોહંમદની સ્થાપના વર્ષ ૧૯૯૯માં પ્લેન હાઈજેક કરવામાં આવ્યા બાદ યાત્રીઓના બદલે છોડવામાં આવેલા આતંકવાદીઓના લીડર મસૂદ અઝહર દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદથી જૈશ દ્વારા અનેક આતંકવાદી હુમલાઓને અંજામ આપવામાં આવી ચુક્યો છે. બુરહાન ગેંગના તમામ ત્રાસવાદીઓનો ખાત્મો થઈ ચુક્યો છે. આ ગેંગમાં ૧૧ શખ્સો હતા. જે પૈકી ૧૦ માર્યા ગયા છે. બુરહાન વાની ગેંગના કુલ ૧૧ સભ્યો હતા. જે પૈકી ૧૦ ઠાર થઈ ચુક્યા છે જ્યારે અન્ય એક શખ્સ તારીક મલિકે સુરક્ષા દળો સામે શરણાગતિ સ્વીકારી હતી. માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ સદ્દામ પેડર, બુરહાન વાની, આદિલ ખાંડે, નસીર પંડિત, અફહાત ભટ, સબજાર ભટ, અનિશ, અસફાક દાર, વસીમ મલ્લા, વસીમ શાહનો સમાવેશ થાય છે. આ ઉપરાંત લતીફ પણ આ ગેંગનો જ સભ્ય હતો.

Related posts

એર બેઝ આઇએનએસ કુહસા ભારતની સમુદ્ર સરહદની તાકાતમાં કરશે વધારો

aapnugujarat

એનઆઈએના પીએફઆઈ ટેરર મોડ્યુલ સંદર્ભે દરોડા

aapnugujarat

દિલ્હીનો સિંહ ચૂપ છે, તેનો મતલબ કોઇ કાર્યવાહી થવાની છે : ટિકૈત

editor

Leave a Comment

UA-96247877-1