Aapnu Gujarat
રાષ્ટ્રીય

એર બેઝ આઇએનએસ કુહસા ભારતની સમુદ્ર સરહદની તાકાતમાં કરશે વધારો

ભારતીય સમુદ્ર સરહદની તાકત વધારવા માટે એક નવું એર બેઝ બનાવવામાં આવી રહ્યું છે. હિંદ મહાસાગરમાં ભારતીય સમુદ્રી સરહદમાં પડકારો વધી રહ્યાં છે. જે કારણે અંદામાન નિકોબારમાં એક એર બેઝ બનાવવામાં આવી રહ્યું છે. જેના માટે અંદામાન નિકોબાર કમાનની સંચાલન ક્ષમતા વધારવા માટે નેવલ એરપોર્ટ શિબપુરનું સંચાલન શરૂ થશે. જેનું નામ આઇએનએસ કુહસા રાખવામાં આવી રહ્યું છે.
અંદામાન નિકોબાર કમાનના હેડક્વાટર દ્વારા જાહેર કરવામાં આવેલી એક વિજ્ઞપ્તિમાં કહેવામાં આવ્યું છે કે, નેવલ પ્રમુખ એડમિરલ સુનીલ લાંબા ૨૪ જાન્યુઆરીએ શિબપુરનું સંચાલન શરૂ કરશે.
વિજ્ઞપ્તીમાં જણાવવામાં આવ્યુ છે કે, વ્હાઇટ બેલિડ સી ઇગલના નામ પરથી આઇએનએસ કુહાસાનું નામ રાખવામાં આવ્યું છે. વ્હાઇટ બેલિડ સી ઇગલ અંદામાન નિકોબારમાં શિકાર કરનારું આ સૌથી મોટું પક્ષી છે. શિબપુરને ઉત્તર અંદામાનમાં નજર રાખવા માટે ફોરવર્ડ ઓપરેટિંગ એર બેઝ તરીકે સ્થાપિત કરવામાં આવ્યું હતું. ટાપૂના દૂરના ઉત્તર ભાગમાં સ્થિત આ વાયુ સેનાનું બેઝ માત્ર ટાપૂની સુરક્ષા માટે જ નહી પરંતુ સમગ્ર વિકાસ માટે પણ રણનૈતિક રૂપે પણ મહત્વપૂર્ણ છે.
વિજ્ઞપ્તીમાં કહેવામાં આવ્યુ છે કે, આ વાયુ સેનાના બેઝ સાથે અંદામાન નિકોબાર ટાપૂઓના દરેક ક્ષેત્રો સાથે સ્વતંત્રપણે સંચાલનની અંદામાન નિકોબાર કમાનની ક્ષમતાને મજબૂતી મળશે. અંદામાન નિકોબારમાં હાલ કુલ ત્રણ એર બેઝ છે.
પોર્ટ બ્લેયરમાં આઇએનએસ ઉત્કર્ષ અને કોમ્પબેલ ખાડીમાં આઇએનએસ બાજ બાદ આઇએનએસ કુહસા આ ટાપૂ પર ત્રીજુ એર બેઝ છે.

Related posts

सट्टेबाजों के लिए २०१९ बंपर साल रहेगा : रिपोर्ट

aapnugujarat

વિમાની સર્વિસથી યુપીના તમામ નાના શહેર જોડાશે : યુપી સરકાર દ્વારા તૈયારીઓ શરૂ

aapnugujarat

સરહદે પાકિસ્તાન દ્વારા ગોળીબાર, રક્ષાપ્રધાને કહ્યું કશ્મીરમાં યુદ્ધવિરામ યથાવત રહેશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1