Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઉત્તરપ્રદેશના હમીરપુરમાં ટ્રેન નીચે ૩૬ ગાયો કપાઇ ગઇ

ઉત્તર પ્રદેશમાં રખડતા ઢોરોના પ્રશ્નોને લઈને યોગી આદિત્યનાથ સરકારની કડકાઈથી હવે ગાયોના જીવન પર મોતનો પડછાયો ફરી રહ્યો છે. વહીવટીતંત્રના ડરથી ગાયોને એકત્ર કરીને દૂરના વિસ્તારમાં રાખવાની વાત સામે આવી રહી હતી હવે ગાયોના મોતના સમાચાર આવી રહ્યા છે.યુપીના હમીરપુર જિલ્લામાં બે ઘટનાઓમાં ૪૨ ગાયોના મોત થઈ ગયા છે.
રાગૌલ રેલ્વે સ્ટેશનની પાસે એક પેસેન્જર ટ્રેને ૩૬ ગાયોને કાપી દીધી તો ત્યાં જલાલપુર પોલીસ સ્ટેશનની પાસે ગાયોથી ભરેલુ એક ટ્રક પલ્ટી ગયુ. જેમાં ૬ ગાયો મરી ગઈ. તે ટ્રકમાં ૫૦ ગાયો ભરેલી હતી.તમામ જિલ્લા અને સ્થાનિક અધિકારીઓને ૧૦ જાન્યુઆરી સુધી રખડતા ઢોરોને પકડીને ગૌશાળાઓમાં રાખવાનો નિર્દેશ કરવામાં આવ્યો હતો. એમ કહેવામાં આવ્યુ હતુ કે રખડતા પશુઓને પકડવાની જવાબદારી વહીવટીતંત્રની હશે. જો કોઈ ગૌશાળામાં બંધ પશુને પોતાનુ જણાવતા તેને લેવા આવે તો તેની પર કાર્યવાહી કરવાનો કાયદો કરાયો છે. જોકે આ ડેડલાઈન પૂરી થઈ ગઈ છે, પરંતુ ખેડૂતોને અત્યારે પણ આ સમસ્યાથી છુટકારો મળી શક્યો નથી.

Related posts

કલમ ૩૭૦ને ફરી લાગુ કરવાની માંગ મૂર્ખતાપૂર્ણ : ઓમર અબ્દુલ્લા

editor

तेजस्वी का प्याज के बढ़ते दामों को लेकर भाजपा पर तंज: बढ़ रही है बेरोजगारी – भुखमरी

editor

सहारनपुर हिंसा का आरोपी चंद्रशेखर हिमाचल से गिरफ्तार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1