Aapnu Gujarat
રાષ્ટ્રીય

કલમ ૩૭૦ને ફરી લાગુ કરવાની માંગ મૂર્ખતાપૂર્ણ : ઓમર અબ્દુલ્લા

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ તાજેતરમાં પીએમ મોદી સાથે રાજકીય પાર્ટીઓની થયેલી બેઠક અંગે કહ્યુ છે કે, આ બેઠક સારા માહોલમાં યોજાઈ હતી અને તમામ રાજકીય પક્ષોએ પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા.
તેમના કહેવા પ્રમાણે કલમ ૩૭૦ મુદ્દે કોઈ માંગણી હાલના તબક્કે કરવી બેવકૂફી છે.કેન્દ્ર સરકારે આ સંદર્ભમાં હાલમાં કોઈ વાત કરી નથી અને અમે લોકોને એ વાતની ખાતરી આપી શકીએ તેમ નથી કે કલમ ૩૭૦ ફરી લાગુ કરવામાં આવશે.જાેકે તેનો અર્થ એ પણ નથી કે અમે કલમ ૩૭૦ હટાવવાની માંગણી છોડી દીધી છે.મહેબૂબા મુફ્તી જ નહીં ફારુખ અબ્દુલ્લા પણ કહી ચુકયા છે કે, ભાજપને પોતાના એજન્ડામાં સફળ થવામાં ૭૦ વર્ષ લાગી જશે. અમે અમારા મિશનથી પાછળ હટવાના નથી પછી ભલે અમને ૭૦ મહિના કેમ ના લાગે. અમારી લડાઈ હજી તો શરુ થઈ છે. જમ્મુ કાશ્મીરના મુદ્દાને અમે કાયદાકીય રીતે આગળ લઈ જશું. જમ્મુ કાશ્મીરનુ અસ્તિત્વ પાછુ લાવવા અમારે જે પણ કરવુ પડશે તે અમે કરીશું.કારણકે કલમ ૩૭૦ના હટવાથી લોકો નારાજ છે.
ઉમર અબ્દુલ્લાએ કહ્યુ હતુ કે, પીએમની બેઠકમાં અમને ગઠબંધન તરીકે નહોતા બોલાવાયા.આ બેઠકમાં અમે એવી કોઈ વાત નથી કરી જે અમારા એજન્ડામાં ના હોય.આ બેઠકમાં અમે જે પણ મુદ્દા મુક્યા છે તે પહેલેથી જ અમારા એજન્ડામાં સમાવાયેલા છે.

Related posts

મુંબઈના દરિયામાં ડીઝલની દાણચોરી, ૨૦,૦૦૦ લિટર ડીઝલ જપ્ત કરાયું

aapnugujarat

Union Defence Min Singh flew in Tejas fighter aircraft from HAL airport

aapnugujarat

कांग्रेस का आरोप- पटना में बाढ़ की बदहाली के लिए प्रशासन जिम्मेदार : बिहार कांग्रेस के प्रभारी शक्ति सिंह गोहिल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1