Aapnu Gujarat
રાષ્ટ્રીય

એનઆઈએના પીએફઆઈ ટેરર મોડ્યુલ સંદર્ભે દરોડા

પીએફઆઈટેરર મોડ્યૂલ મામલે બિહારના અનેક શહેરોમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ની ટીમે દરોડા પાડ્યા છે. એનઆઈએની અલગ-અલગ ટીમોએ દરભંગા, અરરિયા, સારણ, કટિહાર, વૈશાલી અને મુઝફ્ફરપુર જિલ્લામાં ગુરુવારે સવારે દરોડા પાડ્યા છે. પટનાના ફુલવારીશરીફમાં આતંકવાદી ટ્રેનિંગ કેમ્પના પર્દાફાશમાં પ્રખ્યાત આરોપીઓના ઠેકાણાની તલાશી લેવામાં આવી રહી છે. એનઆઈએના અધિકારી પરવેજ આલમ, સનાઉલ્લાહ, મુસ્તકીમ સહિત અન્ય શંકાસ્પદ આતંકવાદીઓના પરિવારજનોની પૂછપરછ કરી રહ્યા છે.
દરભંગાના સિંહવાડા પોલીસ સ્ટેશનના શંકરપુર ગામમાં ગુરૂવારે સવારે એનઆઈએની ટીમ પહોંચી હતી. યઈસ ગામના સનાઉલ્લાહ અને મુસ્તકીમ વિરુદ્ધ પટનાના ફુલવાશરીફ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆરદાખલ છે. મુસ્તકીમ ઘરે નથી તેના પરિવારની પૂછપરછ કરવામાં આવી રહી છે. ત્રણેયના ઘરોને ચારે બાજુથી ઘેરી લેવામાં આવ્યા છે. કોઈને અંદર જવાની પર્મિશન નથી.
બીજી તરફ સારણ જિલ્લાના રુદલપુર ગામમાં પણ એનઆઈએની ટીમ પહોંચી છે. ત્યાં પીએફઆઈના સદસ્ય અને સરકારી શિક્ષક પરવેજ આલમના ઘરે પણ સર્ચ ઓપરેશન ચાલું છે. એનઆઈએની સાથે પોલીસની ટીમ પણ હાજર છે. એનઆઈએના અધિકારીઓએ પરવેજ આલમનો મોબાઈલ અને કેટલાક દસ્તાવેજ જપ્ત કર્યા છે.
આ ઉપરાંત વૈશાલી જિલ્લાના ચેહરાકલાંના તાલ સેહાન ગામમાં મોહમ્મદ રેયાઝ અહમદને ત્યાં પણ દરોડા ચાલું છે.
એનઆઈએની ટીમે કટિહારના બરારી અને હસનગંઝમાં દરોડા પાડ્યા છે. એસપી જિતેન્દ્ર કુમારે તેની પુષ્ટિ કરી છે. બરારીના કઠોતિયાથી એક વ્યક્તિને કસ્ટડીમાં લીધો છે.
લગભગ બે મહિના અગાઉ પટનાના ફુલવાશરીફ સ્થિત પીએફઆઈની ઓફિસમાં આતંકવાદી ટ્રેનિંગ કેમ્પનો પર્દાફાશ થયો હતો. અહીં શારીરિક તાલીમના નામે યુવાનોને દેશમાં હિંસા અને દુશ્મનાવટ ફેલાવવાની તાલીમ આપવામાં આવી રહી હતી. તેમને હથિયારોનો ઉપયોગ કરવાનું પણ શીખવવામાં આવતું હતું.
પોલીસને ઘટના સ્થળેથી અનેક દસ્તાવેજ મળ્યા હતા જેમાં ભારતને ઈસ્લામિક રાષ્ટ્ર બનાવવાના ષડયંત્રનો ઉલ્લેખ કર્યો હતો. આ સાથે જ પીએમ મોદીના પટના પ્રવાસ પર પણ માહોલ બગાડવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ આ કેસ એનઆઈએને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો હતો. એનઆઈએએ બિહારના અલગ-અલગ જિલ્લામાં હાજર શંકાસ્પદ આતંકવાદીઓના ઠેકાણા પર અગાઉ પણ દરોડા પાડ્યા હતા.

Related posts

घर में बने हथियारों से युद्ध जीतने में मदद मिलेगीः रक्षामंत्री

aapnugujarat

પંજાબ સરકાર દ્વારા રાજ્યના ઉદ્યોગપતિઓ માટે તૈયાર કરવામાં આવી નવી ઔદ્યોગિક નીતિ

aapnugujarat

કેરળના બેરોજગારને ૧૩ કરોડની લોટરી લાગી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1