Aapnu Gujarat
રાષ્ટ્રીય

પંજાબ સરકાર દ્વારા રાજ્યના ઉદ્યોગપતિઓ માટે તૈયાર કરવામાં આવી નવી ઔદ્યોગિક નીતિ

પંજાબ સરકાર દ્વારા રાજ્યના ઉદ્યોગપતિઓ માટે નવી ઔદ્યોગિક નીતિ તૈયાર કરવામાં આવી છે. આ નવી નીતિ આ વર્ષે ઓક્ટોબરથી લાગુ કરવામાં આવી રહી છે. જેને લઈને પંજાબના ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન, શ્રમ, પર્યટન મંત્રી અનમોલ ગગન માન ચંદીગઢ પહોંચ્યા. તેમણે અહીં કહ્યુ કે મુખ્યમંત્રી ભગવંત માનના દૂરંદેશી નેતૃત્વ હેઠળની પંજાબ સરકારની ઉદ્યોગ તરફી નીતિઓએ રાજ્યમાં રૂ.૨૧૦૦૦ કરોડનુ રોકાણ આકર્ષિત કર્યુ છે. નવા ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ્સના પ્રવાહથી પંજાબમાં ૯૦,૦૦૦થી વધુ નોકરીની તકો ઊભી થવાની અપેક્ષા છે. તેઓ ચંદીગઢમાં વેપાર, પ્રવાસન, કરવેરા, વીજળી અને શ્રમને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે ’પંજાબમાં ઔદ્યોગિક વિકાસ અને રોકાણને પ્રોત્સાહન’ વિષય પર કોન્ફેડરેશન ઑફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી(ઝ્રૈૈંં) દ્વારા આયોજિત સત્રને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે તેઓ પંજાબમાં રોકાણ કરવા માટે તમામ ઉદ્યોગપતિઓને આવકારે છે. ખાસ કરીને કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રોમાં અને પંજાબમાં રોકાણના વાતાવરણને સુધારવા માટે તેમના સૂચનો આપે છે. રાજ્ય સરકાર નવા ઉદ્યોગો અને રોકાણકારોને તેમના વ્યવસાય સ્થાપતી વખતે યોગ્ય અને આરામદાયક વાતાવરણ પૂરુ પાડવા માટે કામ કરી રહી છે. પંજાબમાં ઔદ્યોગિક વાતાવરણની મજબૂતાઈ પર પ્રકાશ પાડતા કેબિનેટ મંત્રીએ જણાવ્યુ હતુ કે રસ્તા, રેલવે અને હવાઈ માર્ગો દ્વારા સરળ કનેક્ટિવિટી ઔદ્યોગિક રોકાણને પ્રોત્સાહિત કરવા માટે અનુકૂળ વાતાવરણ પૂરુ પાડે છે. ઉદ્યોગકારો તેમની જરૂરિયાત મુજબ જમીન લઈ શકશે, તમામ પ્રકારની મંજૂરી માટે સિંગલ વિન્ડો સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે, ઘણા સેક્ટરમાં પોર્ટલ પર અરજી કરતાની સાથે જ મંજૂરી મળી જશે, દરેક જગ્યાએ નિયમો એકસરખા રહેશે. પંજાબના જાહેર બાંધકામ મંત્રી હરભજન સિંહ ઈટીઓ દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવા પર તેઓ ૮ અને ૯ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ બેંગ્લોરમાં આયોજિત થનારી નેશનલ કૉન્ફરન્સ ’આઝાદી કા અમૃત મહોત્સવ’માં ભાગ લેશે. આ નેશનલ કૉન્ફરન્સ માટે રવાના થતા પહેલા એક નિવેદનમાં ઈટીઓએ કહ્યું કે તેઓ આ તકનો ઉપયોગ રોડ નેટવર્કમાં વધુ સુધાર માટે રાજ્ય અને કેન્દ્ર વચ્ચે સંચારને મજબૂત કરવા સંબંધિત મુદ્દાઓ ઉઠાવવા માટે કરશે. તેમણે કહ્યુ કે રાષ્ટ્રીય ધોરીમાર્ગોની મંજૂરી માટે રાજ્ય સરકારોને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તેની વિગતવાર ચર્ચા કરવામાં આવશે. તેઓ રાજ્યમાં અટવાયેલા રોડ પ્રોજેક્ટ અને તેમના વિભાગના અન્ય પડતર પ્રશ્નોને કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી અને કેન્દ્ર સરકારના અન્ય પ્રતિનિધિઓ સાથે જોરશોરથી ઉઠાવશે.

Related posts

मोदी गुजरात में ५० से भी ज्यादा रेली करेंगे

aapnugujarat

पिछले साल एक करोड़ युवाओं ने देश में खोया रोजगार : राहुल

aapnugujarat

ત્રાસવાદીઓનો ખાત્મો કરવા હવે સેનાને ખુલ્લી છુટ : મોદી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1