Aapnu Gujarat
રાષ્ટ્રીય

કેરળના બેરોજગારને ૧૩ કરોડની લોટરી લાગી

કેરળના નિવાસીનું નસીબ રાતોરાત ચમકી ગયું છે. કેરળના બેરોજગાર યુવાનને અબુધાબીની ૧૩ કરોડ રૂપિયાની લોટરી લાગી ગઈ છે. કેરળના આ નિવાસીનું નસીબ રાતોરાત ચમકી ગયા બાદ આની ચર્ચા જોવા મળી રહી છે. કુટ્ટુનાદના નિવાસી તોજો મેથ્યુ (૩૦) પોતાના મિત્રોની મદદથી એક લોટરીની ટિકીટ ખરીદી હતી જેનો નંબર ૦૭૫૧૭૧ હતો. આ વ્યક્તિએ લોટરી મારફતે સાત મિલિયન દિરહામ (યુએઇ કરન્સી) એટલે કે ભારતીય રૂપિયાની દ્રષ્ટિએ ૧૩ કરોડ ૧૦ લાખ ૪૫ હજાર ૧૪૪ રૂપિયા જીતી લીધા છે. તોજો અબુધાબીમાં સિવિક સુપરવાઈઝર તરીકે કામ કરતો હતો. હાલમાં જ નોકરી છોડી દીધી હતી. ૨૪મી જૂનના દિવસે ભારત આવતા પહેલા અબુધાબી એરપોર્ટ ઉપર એક લોટરી ટિકિટ ખરીદી હતી.
તોજોના ૧૮ મિત્રોએ પૈસા એકત્રિત કરીને તેના નામ ઉપર લોટરીની ટિકિટ ખરીદી હતી. તોજોની માતા કુંજુમા મેથ્યુનું કહેવું છે કે તેના ત્રણ પુત્રો છે જેમાંથી ત્રીજો ઓટો ડ્રાઇવર છે. તોજો અને ટિટ્ટો અબુધાબીમાં સિવિલ સુપરવાઈઝર તરીકે છે. ત્રણેયના લગ્ન થઇ ચુક્યા છે. તોજો હમેશા અહીં એક ઘર બનાવવા ઇચ્છુક હતો પરંતુ તેની પાસે પૈસા ન હતા. તોજોની માતાએ કહ્યું છે કે, પતિ મેથ્યુ વિઝને ગઇકાલે જ કહેવામાં આવ્યું હતું કે, તોજો જો લોટરી જીતી જશે તો તેનું સપનું પુરુ થઇ જશે અને આ બાબત હવે યોગ્ય સાબિત થઇ રહી છે. ભગવાનનો આભાર માનવા માટે કોઇ શબ્દ દેખાતા નથી. તોજોએ નવ લોકોએ એક લાખ રૂપિયાના ઇનામ જીત્યા છે. આ પહેલા દુબઈમાં એક ભારતીય વ્યક્તિએ જે ડ્રાઇવર તરીકે હતો તેને અબુધાબીમાં લોટરી મારફતે ૧૨ મિલિયન દિરહામ જીતી લીધા હતા.

Related posts

રૂ.૨૦૦ની નવી ચલણી નોટ આવશે

aapnugujarat

सीएम योगी पर टिप्पणी: गिरफ्तार पत्रकार को SC ने रिहा करने के दिए निर्देश

aapnugujarat

दिल्ली-मुंबई एक्सप्रेस-वे आदिवासी इलाकों से होकर गुजर रहा है : गडकरी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1