Aapnu Gujarat
મનોરંજન

સંજય દત્ત નવી ફિલ્મમાં આર્મી ઓફિસર તરીકે દેખાશે

બોલિવુડના સુપરસ્ટાર અભિનેતા પૈકી એક સંજય દત્ત ફરી એકવાર અનેક પ્રોજેક્ટને લઇને વ્યસ્ત બની ગયો છે. તેની પાસે શ્રેણીબદ્ધ ફિલ્મો છે. સંજય દત્ત સૌથી પહેલા તિગ્માંશુ ધુળિયાની ફિલ્મ સાહબ બીબી ઔર ગેંગસ્ટર કરી રહ્યો છે. બીજી બાજુ તે કેટલીક નવી ફિલ્મો પણ સાઇન કરી રહ્યો છે. તેની પાસે હાલમાં અનેક પ્રોજેક્ટ રહેલા છે. મળેલી ફિલ્મ મ્યુઝિકલ કોમેડી રહેશે. એમ કહેવામાં આવ્યુ છે કે ફિલ્મનુ નામ બ્લોકબસ્ટર રાખવામાં આવનાર છે. જેનુ નિર્દેશન અજય અને લવલ અરોરા કરનાર છે. આ ફિલ્મ ટુંક સમયમાં જ શુટિંગ શરૂ થશે. ધમાલ, ગોલમાલ રિટર્ન્સ અને હાઉસફુલ-૨ જેવી ફિલ્મની પટકથા લખી ચુકેલા રાઇટર અને ફિલ્મ નિર્માતા હવે નવી ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે. આ કોમેડી ફિલ્મ મારફતે સંજય દત્ત ફરી એકવાર કોમેડી ફિલ્મો તરફ વળી રહ્યો છે. સાજિદ-ફરહાદ આ ફિલ્મની પણ પટકથા લખી રહ્યા છે. સુત્રોએ કહ્યુ છે કે આ ફિલ્મ મારફતે તે કોમેડીમાં પોતાની કુશળતા સાબિત કરનાર છે. ફિલ્મનુ શુટિંગ ગોવા અને મોરિશિયસમાં કરવામાં આવનાર છે. આ મલ્ટી સ્ટારર ફિલ્મને સંદીપ સિંહ નિર્માણકરનાર છે. સંજય દત્તની સાથે ભૂમિમાં તેઓ જોડાઇ ચુક્યા છે. સહ નિર્માતા તરીકે કોણ રહેશે તેની જાહેરાત ટુંક સમયમાં જ કરવામાં આવનાર છે. સિંહે ખુલાસો કર્યો છે કે ફિલ્મનુ શુટિંગ મોરિશિયસમાં શરૂ થનાર છે. ફિલ્મમાં પાંચ ગીતો રાખવામાં આવ્યા છે. અન્ય કલાકારોની પસંદગી કરવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. અત્રે નોંધનીય છે કે સંજય દત્ત પાસે અન્ય ફિલ્મો પણ રહેલી છે. જેમાં આશુતોષ ગોવારીકરની ફિલ્મ પાનીપતનો સમાવેશ થાય છે. જેમાં સંજય દત્તની સાથે અર્જુન કપુર અને કૃતિ સનુન પણ દેખાશે. ગિરિશ મલિકની એક્શન ફિલ્મ તોરબાજમાં પણ તે દેખાશે.

Related posts

किसानों के बीच पहुंची जापजी खैरा का कंगना को चैलेंज,कहा -‘हिम्मत है तो यहां आकर दिखा’

editor

શાહરુખની ઝીરો સલમાન ખાનની દબંગ થ્રી સાથે ટકરાશે

aapnugujarat

અક્ષય કુમારને ભારતીય નાગિરકતા મળી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1