Aapnu Gujarat
મનોરંજન

ઇશા જીમમાં જોરદાર વર્કઆઉટ કરે છે

સેક્સ સિમ્બોલ તરીકે જાણીતી રહેલી અને મોટા ભાગે સોશિયલ મિડિયામાં પોતાના સેક્સી ફોટાઓ મુકીને ચર્ચામાં રહેનાર ઇશા ગુપ્તા હવે ફરી એકવાર ચર્ચામાં છે. ઇશા જીમમાં જોરદાર વર્ક આઉટ કરી રહી છે. તેના વિડિયોની ચર્ચા છે. ઉપરાંત તેની પાસે ત્રણ મોટી ફિલ્મ આવી ગઇ છે. જેમાં ટોટલ ધમાલ અને હેરાફેરીના નવા ભાગનો સમાવેશ થાય છે. ટોટલ ધમાલ ફિલ્મ સાતમીડિસેમ્બરના દિવસે રજૂ કરવામાં આવનાર છે. બોલિવુડમાં છેલ્લા કેટલાક વર્ષોથી હોવા છતાં ફિલ્મ મેળવી લેવા હજુ સંઘર્ષ કરી રહી છે. તેની પાસે સારી ફિલ્મો હજુ આવી રહી નથી. તમામ કુશળતા, ખુબસુરતી અને સેક્સી ફિગર હોવા છતાં તે ફ્લોપ સાબિત થઇ રહી છે. ઇશા નિષ્ફળતા વચ્ચે લાઇમ લાઇટમાં રહેવા માટેના તમામ પ્રયાસો કરતી રહે છે. તેના ચાહકો પણ તેને સેક્સી રોલમાં જોવા માટે જ વધારે ઇચ્છુક રહે છે. ઇશા ગુપ્તા હાલમાં ઇન્સ્ટાગ્રામમાં કેટલાક નવા સેક્સી ફોટો મુકી ચુકી છે. જેના કારણે તે સતત ચર્ચામાં છે. તેના સેક્સી ફોટાની ચારેબાજુ પ્રશંસા થઇ રહી છે. જ્વેલરી બ્રાન્ડ માટે પણ તે હાલમાં નવા ફોટા પડાવી ચુકી છે. જે તમામનુ ધ્યાન ખેંચી રહ્યા છે. ઇશા ગુપ્તા બોલિવુડ અને સાથે સાથે દક્ષિણ ભારતની ફિલ્મોમાં કામ કરી રહી છે. તેની પાસે ફિલ્મોની ઓફર આવી રહી છે. જો કે તેની પાસે મલ્ટીસ્ટારર ફિલ્મો વધારે આવી રહી છે. તે બાદશાહો, રૂસ્તમમાં પણ નજરે પડી હતી. ૩૨ વર્ષીય ઇશા ગુપ્તાએ બોલિવુડમાં પોતાની કેરિયરની શરૂઆત જન્નત-૨ ફિલ્મ મારફતે કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે ઇમરાન હાશ્મીએ ભૂમિકા અદા કરી હતી. જાણકાર લોકો એમ પણ કહે છે કે ઇશા કોપિકર અને લારા દત્તા વચ્ચે મિશ્ર ચહેરા તરીકે ઇશા ગુપ્તા છે.

Related posts

હું અક્ષયના પેંગડામાં પગ ન નાખી શકું : શાહરુખ

aapnugujarat

જાન્હવી અને અર્જુનને લઇ ફિલ્મ બનાવવા માટે તૈયારી

aapnugujarat

‘પદ્માવત’ના વિરોધમાં લખેલા પત્ર અંગે સ્વરાએ કહ્યું, ‘મારી મૂર્ખામી હતી’

aapnugujarat

Leave a Comment

UA-96247877-1