Aapnu Gujarat
મનોરંજન

શાહરુખની ઝીરો સલમાન ખાનની દબંગ થ્રી સાથે ટકરાશે

ફિલ્મ રેસ થ્રીનું શૂટિંગ પૂર્ણતાની કગાર પર છે. ફિલ્મની શૂટિંગનું અંતિમ શિડયૂલ અબુધાબીમાં ચાલી રહ્યું છે. આ ફિલ્મ બાદ સલમાન ખાન પોતાના ભાઇ અરબાઝ ખાનની આગામી ફિલ્મ દબંગ થ્રીનું શૂટિંગ શરૂ કરવાનો છે. અરબાઝ ખાન જ આ ફિલ્મનો નિર્માતા અને દિગ્દર્શક હશે. ફિલ્મને નવમી ડિસેમ્બરે રિલીઝ કરવાની જાહેરાત અરબાઝે કરી છે. આ દિવસે જ શાહરૂખ ખાન અભિનીત ઝીરો પણ રિલીઝ થઇ રહી છે. શાહરુખ અને સલમાન એકબીજાના સારા મિત્રો બની ગયા બાદ આ બંને હવે પોતાની ફિલ્મોની રિલીઝ ડેટ આગળ પાછળ કરે એવી શકયતા છે. સલમાન ખાન પોતાના ચુલબુલ પાંડેના અંદાજ સાથે ફરી એકવાર આ જ વર્ષે સિલ્વર સ્ક્રીન પર દર્શકોને જોવા મળવાનો છે. ફિલ્મનું શૂટિંગ એપ્રિલના અંતે શરૂ થવાનું છે અને ઓકટોબર સુધીમાં આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરી સલમાન ખાન પોતાની આગામી ફિલ્મ ભારતના શૂટિંગમાં વ્યસ્ત બની જવાનો છે. આ ઉપરાંત સલમાન ખાન દસ કા દમની આગામી સિરીઝને પણ હોસ્ટ કરવા ટેલિવિઝન પર જોવા મળશે.

Related posts

I take failures as learning experiences : Siddharth

aapnugujarat

એક દિવસ એવો આવશે જ્યારે કાન્સ હિન્દુસ્તાનમાં હશે : Deepika Padukone

aapnugujarat

કેટરિના બેબી બંપ છુપાવતી દેખાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1