Aapnu Gujarat
મનોરંજન

કેટરિના બેબી બંપ છુપાવતી દેખાઈ

ડિસેમ્બર, ૨૦૨૧માં લગ્ન થયા ત્યારથી કેટરીના કૈફ અને વિકી કૌશલ ફેન્સને કપલ ગોલ્સ આપી રહ્યા છે. તેઓ ઘણીવાર તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર એકબીજા સાથેની લવી-ડવી તસવીરો શેર કરે છે. કેટરીના અને વિકીના લગ્નજીવનને હાલમાં એક વર્ષ પૂરું થયું છે. બોલિવૂડ અભિનેત્રી કેટરીના કૈફ અને વિકી કૌશલે પરિવારના સભ્યો સાથે ક્રિસમસની ઉજવણી કરી હતી. આ દરમિયાન તેણે ઈન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો પણ શેર કરી છે. ફોટોમાં સસરા શામ કૌશલ, સાસુ વીણા કૌશલ, સની કૌશલ જોવા મળ્યા હતા. જ્યાં ચાહકોએ તેમને એકસાથે જોઈને ખુશી વ્યક્ત કરી તો કેટલાંકે એવું કહ્યું કે કેટરિના કૈફ પ્રેગ્નેન્ટ છે! કેટરિના કૈફે ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી અને લોકોએ કમેન્ટ કરવાનું શરૂ કર્યું. જ્યારે મિત્રોએ અભિનંદન આપ્યા, ત્યારે કેટલાંકે કેટરિના પ્રેગ્નેન્ટ હોવાની અફવા ફેલાવી. એક યુઝરે લખ્યું- કેટ પ્રેગ્નન્ટ લાગી રહી છે. એક યુઝરે કહ્યું- મને લાગે છે કે તે પ્રેગ્નેન્ટ છે. કેટરિના કૈફે જે રીતે પોતાનું પેટ છુપાવ્યું છે તેના કારણે લોકોના મનમાં આ પ્રકારે સવાલો ઉઠી રહ્યા છે. નેહા ધૂપિયા અને અંગદ બેદી પણ ઘરે ક્રિસમસ પાર્ટીમાં જોવા મળ્યા હતા. અભિનેત્રીએ આ બધા સાથે જે ફોટો શેર કર્યા છે તેમાં તે પોતાનું પેટ છુપાવતી જોવા મળી રહી છે. ત્યારે યૂઝર્સ એ પ્રકારે સવાલ કરી રહ્યા છે કે શું કેટરિના કૈફ પ્રેગ્નેન્ટ છે? વિકી કૌશલે કહ્યું હતું ’કબાટની જગ્યા માટે’. આગળ તેણે કહ્યું હતું કે ’મારા માટે જગ્યા સંકોચાઈ રહી છે. તેને કપડાં રાખવા માટે દોઢ રૂમ મળ્યો છે, મારી પાસે માત્ર એક કબાટ જ છે, જે ટૂંક સમયમાં ડ્રોઅર બની જશે તેવું લાગે છે’. કરણ જોહર વિકીના ખુલાસા સાથે સંમત થયો હતો અને કહ્યું હતું કે, તેણે કપલના ઘરની મુલાકાત લીધી હતી અને એક્ટર પાસે માત્ર એક જ કબાટ હોવાનું જોયું હતું. આ સાથે ફિલ્મમેકરે વિકીને કેટરીનાની સૌથી ખરાબ ફિલ્મનું નામ પૂછતાં તેણે ’ફિતૂર’ જવાબ આપ્યો હતો. આ સિવાય રેપિડ ફાયર રાઉન્ડ દરમિયાન વિકીએ તેવો પણ ખુલાસો કર્યો હતો કે, કેટરીના સારી કૂક છે અને તે ઈંડા સારા બનાવે છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો કેટરીના કૈફ હાલ શ્રીરામ રાઘવનના ડિરેક્શનમાં બની રહેલી ફિલ્મ ’મેરી ક્રિસમસ’નું શૂટિંગ કરી રહી છે. આ બંને સિવાય તે સલમાન ખાન અને ઈમરાન હાશ્મી સાથે ’ટાઈગર ૩’માં સ્ક્રીન શેર કરતી દેખાશે. બીજી તરફ, વિકી કૌશલ મેઘના ગુલઝારની ફિલ્મ ’સામ બહાદુર’ની તૈયારી કરી રહ્યો છે. તેની પાસે લક્ષ્મણ ઉટેકરની અનટાઈટલ્ડ ફિલ્મ છે.

Related posts

તમામની ઓફરો સ્વીકારી લેવાનો સમય નથી : બિગ બી

aapnugujarat

સલમાન- જેક્લીન રેસ-૩ ફિલ્મમાં મુખ્ય રોલમાં હશે

aapnugujarat

શાહરૂખખાન અને કંગનાની જોડી પ્રથમ વખત જ ચમકશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1