Aapnu Gujarat
રાષ્ટ્રીય

રૂ.૨૦૦ની નવી ચલણી નોટ આવશે

રૂ.૨૦૦ની કરન્સી નોટ અંગેની અટકળોનો ટૂંક સમયમાં અંત આવશે. આરબીઆઈ રૂ.૨૦૦ની નવી નોટનું પ્રિન્ટિંગ શરૂ કરવાની તૈયારીમાં છે અને થોડા સપ્તાહ પહલાં તેણે પ્રિન્ટિંગનો ઓર્ડર પણ આપી દીધો છે. સૂત્રોએ આપેલી માહિતી અનુસાર એક સરકારી પ્રિન્ટિંગ પ્રેસે રૂ.૨૦૦ની નોટ છાપવાની શરૂઆત પણ કરી દીધી છે. રૂ.૨૦૦ની નવી કરન્સી શરૂ કરવાની યોજના નવેમ્બર-ડિસેમ્બરના નોટબંધી ગાળા અગાઉની છે. જેનો હેતુ અર્થતંત્રમાં કાળું નાણું ઘટાડવાનો છે. થોડા મહિના પહેલાં આરબીઆઈ બોર્ડે રૂ.૨૦૦ની નોટના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. સરકારે પણ નાગરિકોની અનુકૂળતા માટે દરખાસ્તને લીલી ઝંડી આપી હતી.સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા રિસર્ચના ડેટા પ્રમાણે નોટબંધી અગાઉ રૂ.૫૦૦ની ૧,૬૫૦ કરોડ નોટ સર્ક્યુલેશનમાં હતી. આટલા મોટા પ્રમાણમાં કરન્સી સિસ્ટમમાંથી પાછી ખેંચવાને કારણે મોટો ગેપ ઊભો થયો છે અને સત્તાવાળા આ ગેપ ભરવાનો પ્રયાસ કરી રહ્યા છે. એસબીઆઇ ગ્રૂપના ચીફ ઇકોનોમિસ્ટ સૌમ્ય કાંતિ ઘોષે જણાવ્યું હતું કે,રૂ.૫૦૦ના ગેપનો અમુક હિસ્સો રૂ.૨,૦૦૦ની નોટથી અને મોટા ભાગનો હિસ્સો રૂ.૫૦૦ની નવી કરન્સીથી ભરવાનો પ્રયાસ થયો છે, પણ જૂની કરન્સીની સંપૂર્ણ ભરપાઈ થઈ શકી નથી. રૂ.૨૦૦ની નવી નોટ તેમાં મદદ કરશે. ઉપરાંત, રોજિંદા વપરાશમાં રૂ.૨૦૦ની નોટ સરળતા વધારશે.સરકાર સિસ્ટમમાં કરન્સીના માળખાને ફરી ગોઠવી રહી છે ત્યારે નાના ચલણની નોટ વધુ ઉપયોગી બને છે.વડાપ્રધાન મોદીએ ૮ નવેમ્બરે રૂ.૫૦૦ અને રૂ.૧,૦૦૦ની નોટ બંધ કરવાની જાહેરાત કરી હતી. જેનું પ્રમાણ સિસ્ટમમાં સક્રિય રૂ.૧૭.૯ લાખ કરોડના ૮૬ ટકા હતું. ૯ જૂન સુધીમાં સર્ક્યુલેશનમાં સક્રિય નાણાંનું પ્રમાણ રૂ.૧૪.૬ લાખ કરોડ હતું, જે ૮ નવેમ્બરના રૂ.૧૭.૯ લાખ કરોડની તુલનામાં હજુ ૧૮.૪ ટકા ઓછું છે. સૂત્રના જણાવ્યા અનુસાર રૂ.૨૦૦ની નવી નોટમાં આધુનિક સિક્યોરિટી ફીચર્સ સામેલ કરવામાં આવ્યા છે. નવી કરન્સીની નકલ ન થઈ શકે એ માટે સત્તાવાળા દ્વારા નોંધપાત્ર કાળજી રાખવામાં આવી રહી છે.

Related posts

મોદીના ખાસ મિત્ર અમેરિકાએ દગાબાજી કરી

editor

मौजूदा संसद सत्र को 10 दिन तक बढ़ाए जाने की संभावना

aapnugujarat

मन की बात में पर्यावरण और योग पर फोकस रहा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1