Aapnu Gujarat
મનોરંજન

સલમાન ખાન તેના ફાર્મહાઉસ ખેતી કરતો નજરે પડ્યો

પનવેલ સ્થિત ખેતરોમાં ટ્રેકટરો ચલાવ્યા બાદ હવે સલમાન ખાને ડાંગરના રોપા રોપીને તેનો સમય પસાર કર્યો છે.બોલીવુડ અભિનેતાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે,જેમાં તે તેના ખેતરમાં કેટલાક ડાંગરના છોડ રોપતા જોવા મળી રહ્યો છે.તેણે ગ્રે ટી-શર્ટ અને શોર્ટ્સ પહેરેલ છે અને સાથે બ્લુ બેઝબોલ કેપ પણ પહેરેલી છે.ક્લિપના કેપ્શનમાં અભિનેતાએ લખ્યું હતું કે, “ડાંગરનું વાવેતર પૂર્ણ થયું છે.” તેના આ વીડિયો અત્યાર સુધીમાં 3 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે.

સલમાનના ફેન્સ કૉમેન્ટ કરતા પોતાની જાતને રોકી શક્યા નહીં. એક યુઝરે લખ્યું હતું કે, “એક જ દિલ છે,ભાઈજાન તમે આને કેટલી વાર જીતશો.” બીજાએ લખ્યું હતું કે “લવ યુ સલમાન, તમે સર્વશ્રેષ્ઠ છો.” જ્યારે સલમાને ટ્રેક્ટરની સવારી કરી હતી જેનો વીડિયો પણ તેણે તેના સોશ્યલ મીડિયા પર શેર કર્યો હતો. . આ અભિનેતા લોકડાઉન થયું તે વખતથી પનવેલના ફાર્મહાઉસમાં રોકાયો છે.

Related posts

દિશાની ‘ભારત’ ફિલ્મ પાંચમી જૂને રજૂ કરવાનો નિર્ણય

aapnugujarat

सलमान के बाद रितिक के साथ काम करेंगी दिशा पाटनी

aapnugujarat

શ્રદ્ધા કપુર હસીના ફિલ્મમાં પડકારરૂપ રોલમાં ચમકશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1