શ્રદ્ધા કપુર હવે હસીના ફિલ્મમાં પોતાની પડકારરૂપ ભૂમિકાને ન્યાય આપવા માટે સતત પ્રયાસ કરી રહી છે. આના માટે તે ભારે મહેનત કરી રહી છે. આ ફિલ્મનુ શુટિંગ હવે પૂર્ણાહુતિના આરે છે. ફિલ્મને ૧૪મી જુલાઇના દિવસે રજૂ કરવાની તૈયારી છે. ક્રાઇમ ફિલ્મને લઇને ચાહકો ઉત્સુક છે. ઓકે જાનુ અને હાફ ગર્લફ્રેન્ડ જેવી ફિલ્મો સરેરાશ રહ્યા બાદ શ્રદ્ધા કપુર હતાશ નથી. તે હવે નવી ફિલ્મ હસીનમાં નજરે પડનાર છે. અપૂર્વ લાખિયા હસીના નામની ફિલ્મ બનાવી રહ્યા છે. જેમાં તે નજરે પડનાર છે. તેના પતિની ભૂમિકામાં અંકુર ભાટિયા દેખાશે. ફિલ્મ સરબજીતમાં એશના પતિની ભૂમિકા અદા કરી ચુકેલો અંકુર ભાટિયા હવે શ્રદ્ધાના પતિની ભૂમિકામાં દેખાશે. અંકુરને બન્ને ફિલ્મો વાસ્તવિક ઘટના પર આધારિત હાથ લાગી છે. અંકુર કહે છે કે શ્રદ્ધા કપુર સારી અને કુશળ અભિનેત્રી છે. હસીના દાઉદની બહેન હસીના પર આધારિત ફિલ્મ છે. અપૂર્વ લાખિયા સાથે ફિલ્મ મળ્યા બાદ તે ભારે ખુશ છે. બીજી બાજુ તીન પત્તિ ફિલ્મમાં ફ્લોપ રહ્યા બાદ શ્રદ્ધા ફ્લોપ અભિનેત્રી તરીકે ગણવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ તેની આંશિકી-૨ ફિલ્મ વર્ષ ૨૦૧૩માં આવી હતી. જે બોક્સ ઓફિસ પર સુપર હિટ રહી હતી. આ ફિલ્મ બાદ તે રાતોરાત સ્ટાર બની ગઇ હતી. આ ફિલ્મ વર્ષ ૧૯૯૦માં આવેલી રાહુલ રોયની આંશિકી ફિલ્મની સિક્વલ ફિલ્મ હતી. તે ફરહાન અખ્તરની રોક મ્યુઝિકલ ફિલ્મ રોક ઓન-૨ ફિલ્મમાં હાલમાં નજરે પડી છે. જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઇ રહી છે. નવી અભિનેત્રીઓની દોડમાં તે પાછળ રહેવા ઇચ્છુક નથી. બોલિવુડમાં સિક્વલ ફિલ્મોમાં શ્રદ્ધા કપુરને વધારે લેવામાં આવી રહી છે. તે સિક્વલ ફિલ્મની ક્વીન તરીકે ઉભીર રહી છે. સૌથી પહેલા તે આશિંકીની સિક્વલ ફિલ્મમાં નજરે પડી હતી.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ