Aapnu Gujarat
મનોરંજન

દિશાની ‘ભારત’ ફિલ્મ પાંચમી જૂને રજૂ કરવાનો નિર્ણય

બોલિવુડમાં આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરેલી અભિનેત્રી દિશા પટની લોકપ્રિય સ્ટાર અભિનેત્રીની યાદીમાં સામેલ થઇ રહી છે. તેને સલમાન ખાન સાથેની ભારત ફિલ્મ પણ મળી ગઇ છે. ભારત ફિલ્મમાં દિશા પટની, તબ્બુ, કેટરીના કૈફ જેવી અભિનેત્રીઓની સાથે નજરે પડશે. ફિલ્મમાં સુનિલ ગ્રોવર અને જેકી શ્રોફની પણ ભૂમિકા રહેલી છે. આ ફિલ્મ પાંચમી જૂનના દિવસે રજૂ કરવાનો નિર્ણય કરાયો છે. આ ફિલ્મમાં કામ કર્યા બાદ તેને વધુ મોટી ફિલ્મ હાથ લાગે તેવી શક્યતા છે. બોલિવુડ અને હોલિવુડની ફિલ્મોમાં કામ કરી રહેલી પ્રિયંકા ચોપડાએ આ ફિલ્મ છોડી દીધા બાદ ફિલ્મના કલાકારોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. પ્રિયંકાની જગ્યાએ પહેલા કેટરીના કેફને લેવામાં આવી હતી. હવે આશાસ્પદ સ્ટાર દિશાની પસંદગી કરવામાં આવી છે. સલમાન ખાન જેવા સુપરસ્ટાર સાથે ફિલ્મ મળ્યા બાદ તે ભારે ખુશ દેખાઇ રહી છે. હાલમાં રજૂ કરવામાં આવેલી તેની બાગી-૨ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. ધોનીની લાઇફ પર બનેલી ફિલ્મમાં પણ તે નજરે પડી હતી. તેની પાસે સારા સારા પ્રોજેક્ટ આવી રહ્યા છે. સલમાન ખાનની મોટી ફિલ્મ હાથ લાગ્યા બાદ તે ભારે ખુશખુશાલ દેખાય છે. સલમાન ખાનના પ્રોડક્શન હેઠળ જ આ ફિલ્મ બનાવવામાં આવી રહી છે. ફિલ્મમાં અન્ય કેટલાક મોટા સ્ટારની પસંદગી પણ કરવામાં આવનાર છે. ભારત ફિલ્મમાં રોલ મેળવી લેવા માટે શ્રદ્ધા કપુરે પણ તમામ તાકાત લગાવી હતી જો કે તેને સફળતા મળી નથી. બાગી-૨ ફિલ્મ બાદ દિશા પાસે હાલમાં કોઇ ફિલ્મ ન હતી જેથી તેની પસંદગી કરી લેવામાં આવી છે.સલમાન ખાનના સૌથી મોટા પ્રોજેક્ટ તરીકે આને ગણવામાં આવે છે. ફિલ્મમાં ભારતના ૭૦ વર્ષના ઇતિહાસનો ઉલ્લેખ કરવામાં આવનાર છે. જેમાં ભારત-પાકિસ્તાનના ભાગલાની વાર્તા સામેલ છે. કેટરીના-સલમાનની જોડી ફરી સાથે દેખાઇ રહી છે.

Related posts

સંજય દત્ત અને રાની મુખરજી પ્રથમવાર એકસાથે જોવા મળશે

aapnugujarat

आलिया भट्ट ने रणबीर कपूर से कहा आई लव यू : रिपोर्ट

aapnugujarat

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પરથી ફિલ્મ બનાવવાની તૈયારી

editor

Leave a Comment

UA-96247877-1