Aapnu Gujarat
ગુજરાત

આપત્તિમાં પણ કુટુંબ નિયોજન તૈયારી સક્ષમ રાષ્ટ્ર અને પરિવારની જવાબદારી

વિરમગામ તાલુકા સહિત સમગ્ર અમદાવાદ જીલ્લામાં ૧૧ થી ૨૪ જુલાઇ દરમ્યાન વિશ્વ જનસંખ્યા સ્થિરતા પખવાડીયાની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વિરમગામના અંતરળીયાળ નળકાંઠાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુમરખાણ ખાતે શિબીરનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોના વાયરસની વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખીને સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે લોકો ઉપસ્થિત રહ્યા અને રોગપ્રતિકારક હોમીયોપેથિક દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત અમદાવાદ આરોગ્ય સમિતિના ચેરમેન જગદીશ મેણીયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.શિલ્પા યાદવ, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.વિરલ વાઘેલા, ડૉ.રાકેશ ભાવસાર, નયના ચૌહાણ, ઉપાસના મુંજપરા, બિપીન પટેલ, નીલકંઠ વાસુકિયા, જયેશ પાવરા, વાલજી સાપરા, મીના જયસ્વાલ સહિતના આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા વિશ્વ જનસ્થિરતા પખવાડિયા માટે “આપત્તિમાં પણ કુટુંબ નિયોજન તૈયારી સક્ષમ રાષ્ટ્ર અને પરિવારની સંપુર્ણ જવાબદારી” સુત્રની સમજણ આપવામાં આવી હતી અને વધતી જતી વસ્તીને નિયંત્રણમાં રાખવા માટે દરેક લક્ષીત દંપતિ કુટુંબ નિયોજન આપનાવે તે ખુબજ જરૂર છે. કુટુંબ નિયોજન માટેની ટી.એલ,  આઇ. યુ. ડી, છાયા,  અંતરા, નિરોધ,  ઓરલ પિલ્સ સહિત તમામ સુવિધાઓ વિરમગામ તાલુકા સહિત અમદાવાદ જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત “કુટુંબ નિયોજનની પધ્ધતિઓ અનેક, મનપસંદ અપનાવો એક” “નાના કુટુંબનો મહિમા મોટો, એના સુખનો જડે નહીં જોટા” સુત્ર વિશે સમજ આપવામાં આવી હતી. “દીકરો દીકરી એક સમાન”નો સંદેશ આપીને દીકરા માટે ૨૧ વર્ષની ઉંમર અને દીકરી માટે ૧૮ વર્ષની ઉંમર લગ્ન માટે યોગ્ય હોવાની સમજ અપાઈ હતી.
(તસવીર / અહેવાલ :- વંદના નીલકંઠ વાસુકિયા, વિરમગામ)

Related posts

કોંગ્રેસની વિચાર-વાણી-વર્તન કુંઠીત થઈ ગયાં છે : ભરત પંડયા

aapnugujarat

લોકસભા પહેલા જ શંકરસિંહ સક્રિય, બક્ષીપંચ સંમેલનમાં સરકારને અનેક મુદ્દે ઘેર્યાં

aapnugujarat

गुजरात के उपमुख्यमंत्री बोले, अलग होता है चुनाव जीतने का गणित

editor

Leave a Comment

UA-96247877-1