Aapnu Gujarat
ગુજરાત

રાટીલા ગામ સીસીટીવીથી સજ્જ

દિયોદર તાલુકામાં રાટીલા ગામ આવેલું છે જેમાં ૬૧૦૦થી વધુ લોકો રહે છે. ગામમાં મોટાભાગે ખેડૂતો વસવાટ કરે છે અને તમામ ખેડૂતો પશુપાલન પર નિર્ભર છે. અહીંની ગ્રામ પંચાયત કચેરીમાં સરપંચ તરીકે રાણીબેન જેઠાભાઇ વાઘેલા ફરજ બજાવી રહ્યા છે. આ ગામ વિકાસીલ ગામ તરીકે પ્રખ્યાત બન્યું છે જેમાં ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા કોઈ પણ રાજકીય ભેદભાવ રાખ્યા વગર ગ્રામ પંચાયત દ્વારા ગામના વિકાસ માટે સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે.
ગ્રામ પંચાયત દ્વારા ગામમાં ૮ સી.સી.ટી.વી. લગાવવામાં આવ્યા છે જેનું સંચાલન ગ્રામ પંચાયતથી થઈ રહ્યું છે. ગામમાં રાત્રિના સમયે લોકો સુરક્ષિત નીકળી શકે તે માટે સ્ટ્રીટ લાઈટ નાંખવામાં આવી છે. રાટીલા ગામ રોશનીથી ઝગમગી ઉઠ્યું છે. ગામમાં રાત્રિના સમયે કોઈ બનાવ ના બને તે માટે સી.સી. ટી.વી.થી બાજ નજર પણ રાખવામાં આવી રહી છે. ગ્રામ પંચાયતના સરપંચનું કહેવું છે કે વિકાસસીલ ગામ બનાવવાનો અમારો હેતુ છે. ગામમાં મોડી સાંજે ખેતરમાંથી દૂધ ભરાવવા આવતા લોકોને મુશ્કેલી વેઠવી પડતી હતી હવે તે દૂર થઈ છે. અહીં સ્ટ્રીટ લાઈટ અને સીસીટીવી પણ લગાવવામાં આવ્યા છે. જિલ્લા વિકાસ અધિકારીએ પણ આ ગામ ની મુલાકાત લઈ પ્રશંસા કરી છે. ગામમાં આવેલાં સ્મશાનમાં પણ એક સુંદર બગીચો અને ભગવાન શંકરનું મંદિર બનાવવામાં આવ્યું છે.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

कुड़ा फेकने वालों पर मनपा करेगी कार्यवाही, 200-500 रुपये का लगेगा जुर्माना

aapnugujarat

ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવા મોદી તૈયાર

aapnugujarat

બોડેલી એસ.ટી. ડેપોમાં ગંદકીનું સામ્રાજ્ય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1