Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવા મોદી તૈયાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી લેવા માટે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝંઝાવતી પ્રચાર કરવા માટેની તૈયારી કરી રહ્યા છે. મોદી ૨૭મી નવેમ્બરના દિવસે મોરચો સંભાળી લેશે. મોદી રાજ્યના જુદા જુદા ભાગોમાં ૧૫ રેલી કરનાર છે. આ ઘટનાક્રમ સાથે જોડાયેલા પાર્ટી સુત્રોએ વિગત આપતા કહ્યુ છે કે મોદી જુદા જુદા વિસ્તારોમાં પ્રચાર કરનાર છે. પાટીદારોના ગઢમાં પણ પ્રચાર કરનાર છે. પ્રાથમિક કાર્યક્રમ મુજબ મોદી ૨૭મી નવેમ્બરના દિવસે ભુજ, અમરેલી, વાપી અને કામરેજમાં રેલી કરનાર છે. ૨૯મી નવેમ્બરના દિવસે નવસારી, ભરુચ, જુનાગઢ અને ભાવનગરમાં રેલી કરનાર છે. ત્રીજી ડિસેમ્બરના દિવસે તળાવા, મોરબી અને રાજકોટમાં સભા કરનાર છે. ત્યારબાદ ચોથી ડિસેમ્બરના દિવસે રાજ્યના પ્રવાસે આવશે. મોદી સુરેન્દ્ર નગર, પાલિતાણા, કેશોદ અને જામનગરમાં ચૂંટણી પ્રવાસ કરશે. સમગ્ર કાર્યક્રમની ખાસ વિશેષતા એ છે કે મોદી સૌરાષ્ટ્રમાં ૧૧ રેલી કરનાર છે. દક્ષિણ ગુજરાતમાં ચાર રેલી કરનાર છે. આ તમામ વિસ્તારોમાં પાટીદાર સમુદાયના લોકો સૌથી વધારે રહે છે. દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરતમાં જીએસટીને લઇને મોટા પાયે વિરોધ પ્રદર્શન થયા હતા. અહીં વેપારીઓને પોતાની તરફેણમાં કરવામાં ખુબ મુશ્કેલી પડી રહી છે. દરમિયાન ભાજપના પ્રવકતા યમલ વ્યાસે કહ્યુ છે કે મોદીના કાર્યક્રમ પર હજુ કામ ચાલી રહ્યુ છે. ગુજરાતમાં છેલ્લા ૨૨ વર્ષથી ભાજપની સરકાર છે. આ વખતે ાજપને કોંગ્રેસ અને પાટીદાર આંદોલનના કારણે પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતીમાં ભાજપ મોદીની સૌથી વધારે રેલી રહે તેમ ઇચ્છે છે. સામાન્ય રીતે મોદી ૧૦ વિધાનસભા સીટ માટે એક રેલી કરે છે. અત્રે નોંધનીય છે કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટેનો કાર્યક્રમ ૨૫મી ઓક્ટોબરના દિવસે જાહેર કરવામાં આવ્યો હતો.ગુજરાતમાં બે તબક્કામાં ૯મી અને ૧૪મી ડિસેમ્બરના દિવસે ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કામાં ૯મી ડિસેમ્બરના દિવસે ૮૯ વિધાનસભા બેઠકો માટે મતદાન થશે જ્યારે બીજા તબક્કામાં ૧૪મી ડિસેમ્બરના દિવસે ૯૩ વિધાનસભા બેઠકો માટે મતદાન થશે. ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં બંને જગ્યાઓએ મતગણતરી એક જ દિવસે એટલે કે ૧૮મી ડિસેમ્બરે થશે. ગુજરાત ચૂંટણીમાં આ વખતે ૫૦૧૨૮ પોલિંગબુથ અથવા તો મતદાન મથકો ઉભા કરવામાં આવનાર છે. ગોવા બાદ હિમાચલ અને ગુજરાત એવા રાજ્ય બની ગયા છે જ્યાં ચૂંટણીમાં ૧૦૦ ટકા વીવીપેટ મશીનનો ઉપયોગ કરવામાં આવશે. ગુજરાત પ્રદેશમાં ૧૦૦ ટકા સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી યોજવામાં આવશે. વીવીપેટ ઉપરાંત હાઈપ્રોફાઇલ ગુજરાત ચૂંટણી માટે અન્ય કેટલાક પગલા પણ લેવામાં આવી રહ્યા છે. આ ચૂંટણીમાં નજર રાખવા માટે અને પેમેન્ટ સુધીમાં આઈટીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મોદીના પ્રચાર માટે કાર્યકરો પહેલાથી જ તૈયારીમાં લાગી ગયા છે.

Related posts

५७ टंकी को ४५ दिन में तोड़ा जाएगा : नेहरा

aapnugujarat

ડાકોર સંકુળ-આસપાસના ક્ષેત્રોને છાવણીમાં ફેરવાયા

aapnugujarat

એમજેમાં વાંચકો-લોકોને ટૂંકા વસ્ત્રની સાથે જવા પર પ્રતિબંધ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1