Aapnu Gujarat
ગુજરાત

કડી એજ્યુકેશન એસો. દ્વારા કડી નગરપાલિકાને આવેદનપત્ર અપાયું

કડી શહેરના ખાનગી કોચિંગ કલાસીસ સંચાલકો, કોમ્પ્યુટર કોચિંગ સંચાલકો, મ્યુઝીક – ડાન્સ – કરાટે – યોગા કલાસીસના સંચાલકો દ્વારા સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન થાય એ રીતે કોચિંગ શરૂ કરવાની પરવાનગી માટેની રજુઆત કરતું આવેદન પત્ર કડી નગરપાલિકા પ્રમુખ તથા કડી નગરપાલિકા ચીફ ઓફિસરને આપવામાં આવ્યું છે.
છેલ્લા ચાર – પાંચ મહિનાથી કોરોના મહામારીને કારણે ખાનગી કોચિંગ કલાસીસ સંપૂર્ણપણે બંધ છે જેથી કડીના ૩૦૦ થી વધુ કોચિંગ કલાસીસ સંચાલકો તથા એમની સાથે જોડાયેલ ૨૦૦૦ થી વધુ શિક્ષકો , ક્લાર્ક , પટાવાળા , સફાઈ કર્મચારીઓ વગેરે બેરોજગાર બન્યા છે અને મોટી આર્થિક તકલીફો ભોગવી રહ્યા છે. મોટાભાગના ટ્યુશન કલાસીસ ભાડા પટે હોવાથી સંચાલકોને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે જેની સામે એમની આવક શૂન્ય છે જેથી કડી એજ્યુકેશન એસોસિએશન દ્વારા સરકારની ગાઈડલાઈનનો અમલ થાય તથા સોશ્યલ ડિસ્ટનસિંગ જળવાય એ રીતે કોચિંગ કાર્ય શરૂ કરવા દેવામાં આવે એવી માંગ રજૂ કરતું આવેદન પત્ર નગરપાલિકા પ્રમુખ તથા કડી નગરપાલિકા ચીફ ઓફિસરને આપવામાં આવ્યું છે.
(તસવીર / અહેવાલ :- જૈમિન સથવારા, કડી)

Related posts

अखबारनगर के पास हार्डवेयर और इलेक्ट्रिक की दुकान आग में जलकर खाक

aapnugujarat

કોંગ્રેસને વોટ આપશે તો રાહુલની અને ભાજપને વોટ આપશો તો શાહના પુત્રની પ્રગતિ થશે : ARVIND KEJRIWAL

aapnugujarat

શેરડી પકવતા ખેડૂતો માટે માઠા સમાચાર, ગત્ત વર્ષ કરતા ઓછા ભાવ મળશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1