Aapnu Gujarat
ગુજરાત

જબુગામની રેફરલ હોસ્પટિલમાં હોબાળો

બોડેલી તાલુકાના જબુગામ ખાતે આવેલી રેફરલ હોસ્પિટલના પરિસરમાં આવેલી દિપક ફાઉન્ડેશન સંસ્થા દ્વારા ચાલતી હોસ્પિટલમાં બાળકોની અદલા બદલી ને લઈ વિવાદ સર્જાયો હતો. બંને બાળકોના પરિવાર વચ્ચે ઉગ્ર બોલા ચાલી અને હોબાળો પણ મચ્યો હતો. જોકે હોસ્પિટલના સંચાલકોએ બંને બાળકોના ડીએનએ ટેસ્ટ કરવાની વાત કરતા બાળકોના બંને પરિવારે માન્ય રાખી હતી. છોટાઉદેપુર જિલ્લામાં દીપક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત હોસ્પિટલમાં રોજની લગભગ ૩૦૦ જેટલી પ્રસૂતિ વિના મૂલ્યે કરવામાં આવે છે. ગઈકાલે બોડેલીની ખત્રી મહિલા અને બીજી રાણા પરિવારની મહિલાની પ્રસૂતિ કરવા માં આવી હતી . એક મહિલાએ બાળકને અને બીજી મહિલાએ બાળકી ને જન્મ આપ્યો હતો. ડૉક્ટની વાત માનીએ તો પ્રથમ મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો જે બાળકીની તબિયતને લઈ શંકા જતાં બાળબને આઈ.સી.યુ.માં લઈ જવાઈ હતી. ત્યાર બાદ જે બીજી મહિલા એ બાળકને જન્મ આપતા નર્સ બાર્‌ને લઈ બહાર લાવી હતી . ચલામલીની જે મહિલા હતી તેને બાળક આપી આવી હતી . જોકે બાદ માં ત્યાંના ડૉક્ટર આ મહિલા પાસે ગયા હતા અને આ મહિલાને બાળકીને જન્મ આપ્યો હતો. આ બાળક અહીં કેમ તેવું નર્સને પૂછતાં બાર્‌ને જન્મ આપનાર પરિવારના સભ્ય આ વાત સાંભળી હતી જેને લઈ એક વિવાદ ઉભો થયો હતો . બંને પરિવારના સભ્યો તેમનું બાળક છે તેવા દાવા કરવા લાગ્યા . આ બાબતે ઉગ્ર બોલાચાલી હોસ્પિટલ પરિસરમાં થઈ હતી અને હોસ્પિટલ પરિસરમાં સંચાલકો સામે હોબાળો પણ મચાવ્યો હતો. હોસ્પિટલ સંચાલકો દ્વારા હાલમાં ડીએનએ ના ટેસ્ટ અને પોલીસ ફરિયાદ કરવરની તજવીજ હાથ ધરવામાં આવી છે અને જેના દ્વારા આ બાબતે બેદરકારી દાખવવામાં આવી હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત જણાવી છે . હાલમાં આ બંને બાળકો આઈસીયુમાં હોસ્પિટલના સંચાલકોની દેખરેખ હેઠળ છે, જે હોસ્પિટલના કર્મચારીની બેદરકારીનો ભોગ બન્યા છે. બાળકોના બંને પરિવારના સભ્યો બાળકો તેમને જલ્દી મળે તેવી માંગ સાથે  કસુવાર સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી રહ્યા છે . જોકે ડીએનએ ટેસ્ટ માટે બંને ના પરિવાર ની સહમતી મળતા હોસ્પિટલ સંચાલકોએ હાશકારો મેળવ્યો છે.
(તસવીર / અહેવાલ : -ઈમરાન સિંધી, પાવીજેતપુર)

Related posts

ગોધરામાંથી ગુજરાત ATS-MTSએ 7 કરોડની 500-1000ની જૂની નોટો ઝડપી

editor

રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાત પ્રદેશ દ્વારા સાયકલ યાત્રાનું આયોજન

editor

१०८ को २५ दिन में १५ हजार रिकॉर्डब्रेक कोल्स मिले

aapnugujarat

Leave a Comment

UA-96247877-1