Aapnu Gujarat
રમતગમત

કોરોનાની મહામારીને કારણે લાંબા સમય બાદ નેટ પ્રેક્ટિસ કરતા નજરે પડ્યા પંત અને રૈના

ભારતીય ક્રિકેટર રુષભ પંત અને સુરેશ રૈના તાજેતરમાં કોવિડ -19ની મહામારી બાદ લાંબા સમય પછી નેટ પ્રેક્ટિસ કરતા નજરે પડ્યા હતા. સાવચેતીનાં તમામ પગલાં ભરતાં બંને ગાઝિયાબાદમાં નેટ સેશન દરમિયાન બેટિંગ કરતા જોવા મળ્યાં હતાં.ગાઝિયાબાદમાં કોરોના વાયરસના ત્રણ હજારથી વધુ પોઝીટીવ કેસ નોંધાયા છે.
હકીકતમાં, 33 વર્ષીય રૈનાએ પોસ્ટ સાથે લખ્યું હતું કે,’સખત મહેનત કરો, કદી હાર ન માનો અને ફળ મેળવો.’ લિમિટેડ ઓવર્સ નિષ્ણાત ગણાતા બેટ્સમેન રૈના છેલ્લે 2018 માં ઈંગ્લેન્ડમાં ભારત માટે રમ્યો હતો અને ત્યાર બાદ તે ભારતીય ટીમમાં સ્થાન મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. વિકેટકીપર બેટ્સમેન પંત પણ નેટ સેશનની મજા માણતા જોવા મળ્યો હતો.

રૈના અને પંત પહેલા પણ ચેતેશ્વર પૂજારા, ઉમેશ યાદવ અને ઇશાંત શર્મા જેવા ભારતના સ્ટાર ખેલાડીઓએ નેટ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. ડાબોડી બેટ્સમેન રૈનાએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની પ્રેક્ટિસનો એક વીડિયો શેર કર્યો છે. કોરોના વાયરસની મહામારીને કારણે માર્ચથી તમામ રમતો પ્રવૃત્તિઓ અટકી ગઈ છે.

Related posts

भारत-पाक क्रिकेट संबंध दोनों देशों के PM की मंजूरी से जुड़ा विषय : गांगुली

aapnugujarat

ફ્રેન્ચ ઓપનમાં ફેડરર સહિત ઘણાં સ્ટાર ખેલાડી નહીં રમે

aapnugujarat

સેરેના વિલિયમ્સ ઈજાગ્રસ્ત થતા વિમ્બલ્ડનમાંથી બહાર થઈ

editor

Leave a Comment

UA-96247877-1