Aapnu Gujarat
રમતગમત

ફ્રેન્ચ ઓપનમાં ફેડરર સહિત ઘણાં સ્ટાર ખેલાડી નહીં રમે

ટેનિસ પ્રેમીઓ માટે નિરાશાજનક સમાચાર છે કારણ કે પેરિસમાં રોલેન્ડ ગેરોસ ખાતે રવિવારથી શરૂ થઈ રહેલી વર્ષની પ્રથમ ગ્રાન્ડસ્લેમ ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં આ વખતે કેટલાક સ્ટાર ખેલાડીઓ ટેનિસ પ્રેમીઓને જોવા મળશે નહીં જેના કારણે નિરાશા રહી શકે છે. ગ્લેમરનું પ્રમાણ પણ ઓછું રહેશે.
જોકે અન્ય સ્ટાર ખેલાડીઓ મેદાનમાં ઉતરી રહ્યા છે. સૌથી નિરાશાજનક સમાચાર એ છે કે આ વખતે કેટલાક સ્ટાર ખેલાડીઓ રમી રહ્યા નથી જેમાં સૌથી નિરાશાજનક બાબત રશિયન ગ્લેમર ગર્લ મારીયા શારાપોવા છે. મારીયા શારાપોવાને ફ્રેન્ચ ઓપનમાં રમવાની તક આપવામાં આવી છે. ડોપીંગના વિવાદમાં રહેવાના પરિણામ સ્વરૂપે શારાપોવાને આ વખતે પણ તક આપવામાં આવી નથી. વર્ષ ૨૦૧૨ અને ૨૦૧૪માં ચેમ્પિયન બનેલી મારીયા શારાપોવા વર્ષ ૨૦૧૬માં ફ્રેન્ચ ઓપન ટેનિસમાં રમી ન હતી પરંતુ આ વખતે તે રમવા માટે આશાવાદી હતી. જોકે તેની આશા ઉપર હાલમાં જ પાણી ફરી વળ્યું હતું. રશિયન સ્ટાર એપ્રિલ મહિનામાં ટેનિસ સર્કિટમાં ફરી પ્રવેશી હતી પરંતુ તેને રોલેન્ડ ગેરોસના આયોજક દ્વારા આ વર્ષની ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં વાઈલ્ડ કાર્ડ મારફતે એન્ટ્રી આપવાનો ઈનકાર કરી દીધો છે. બીજી બાજુ રોઝર ફેડરર પણ આ વખતે રમનાર નથી. ૧૮ ગ્રાન્ડસ્લેમ ટાઈટલ જીતી ચુકેલા રોઝર ફેડરરે આ વખતે ફ્રેન્ચ ઓપનમાં નહીં રમવાનો નિર્ણય કર્યો છે. તે સમગ્ર શ્રેણીમાં ક્લે કોર્ટ ઉપર રમ્યો નથી જેથી ફ્રેન્ચ ઓપનમાંથી પણ ખસી ગયો છે. રોઝર ફેડરરની નજર હાલ આ વર્ષ ેજ ફ્રેન્ચ ઓપન બાદ રમાનારી વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશીપ ઉપર કેન્દ્રિત થઈ ગઈ છે. વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશી ટેનિસની સૌથી મોટી સ્પર્ધા છે. તે જુલાઈ મહિનામાં સંપૂર્ણ ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. બીજી બાજુ ૩૫ વર્ષીય અમેરિકન સ્ટાર ખેલાડી સરેના વિલિયમ્સ પણ આ વખતે રમનાર નથી. આ ઉપરાંત યુવા આશાસ્પદ ખેલાડી સીમોના હેલેપ પણ મેદાનમાં ઉતરનાર નથી. તે ઈજાગ્રસ્ત હોવાનું જાણવા મળ્યું છે.
સીમોના ૨૦૧૪માં પેરિસમાં રનર્સઅપ રહી હતી. ગયા સપ્તાહમાં જ ઈટાલિયન ઓપન વેળા તે ઈજાગ્રસ્ત થઈ ગઈ હતી. આ ઉપરાંત પેટ્રા ક્વીટોવા પણ ફ્રેન્ચ ઓપનમાં નહીં રમવા માટે ઈચ્છુક છે. બે વખતની વિમ્બલ્ડન ચેમ્પિયન પેટ્રા ક્વિટોવાનું કહેવું છે કે તે હાલમાં ડિસેમ્બર મહિનામાં એક ઘુસણખોર દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ સંપૂર્ણપણે રિકવર થઈ નથી અને રમવા માટે સજ્જ થઈ નથી. અન્ય એક સ્ટાર ખેલાડી જુવાન માર્ટીન ડેલ પોટ્રો પણ ફ્રેન્ચ ઓપનમાં મેદાનમાં ઉતરનાર નથી. તે પણ ખભા અને પીઠની સમસ્યાથી ગ્રસ્ત છે.

Related posts

પરાજય છતાં મોદીએ મહિલા ક્રિકેટ ટીમને બિરદાવી, ‘મને ટીમ પર ગર્વ’

aapnugujarat

I will take tips from McKenzie to tackle Ashwin-Jadeja : Mithun

aapnugujarat

આઈપીએલ-૧૧ : ધોનીની બેટિંગથી ચાહકો રોમાંચિત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1