Aapnu Gujarat
રમતગમત

સેરેના વિલિયમ્સ ઈજાગ્રસ્ત થતા વિમ્બલ્ડનમાંથી બહાર થઈ

અમેરિકન દિગ્ગજ ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સને પોતાનું ૮મું વિમ્બલ્ડન સિંગલ્સનો ખિતાબ જીતવાનું અને માર્ગારેટ કોર્ટના ૨૪ ગ્રાન્ડ સ્લેમ્સના રેકોર્ડની બરાબરી કરવાનું સ્વપ્ન તૂટી ગયું હતું. કારણ કે વિમ્બલ્ડનના પ્રથમ રાઉન્ડના મેચ દરમિયાન તે ઈજાગ્રસ્ત થતા તે વિમ્બલ્ડન માંથી બહાર થઈ ગઈ છે. ૩૯ વર્ષની સેરેનાએ રમત ચાલુ રાખવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ એક રેલી દરમિયાન તેના પગમાં સખત દુખાવો થઈ રહ્યો હતો અને તે કોર્ટ પર પડી ગઈ હતી. મેચ છોડતી વખતે પ્રથમ સેટનો સ્કોર ૩-૩થી બરાબર હતો.
કોઈ પણ ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટ દરમિયાન આ બીજી વખત છે જ્યારે સેરેનાને મેચમાંથી બહાર નીકળવાની ફરજ પડી છે. આ પહેલા ૧૯૯૮ માં પણ તે ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટમાંથી ખસી ગઈ હતી. સેરેનાને દુનિયાની ૧૦૦માં નંબરની ખેલાડી સામે ચાલી રહેલી મેચ દરમિયાન ખસવુ પડ્યું હતું. તેઓએ જણાવ્યું કે, આજે મેચ માથી ખસતી વખતે મારૂ દિલ તૂટી ગયું છે. તેઓએ વધુમાં જણાવ્યું કે, જ્યારે હું ઈજાગ્રસ્ત થતા મેચમાંથી ખસીને જઈ રહી હતી, ત્યારે પ્રેક્ષકોની અદભૂત હૂંફ અને સમર્થનનો મને ખુબ અહેસાસ થયો હતો. આ જ મારી દુનિયા છે.
જ્યારે રોજર ફેડરરને સેરેનાના ખસી જવા વિશે કહેવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, કે, હે ભગવાન મને આ વાત પર હજુ વિશ્વાસ નથી થઈ રહ્યો. ‘સેરેના ગ્રાન્ડ સ્લેમના પહેલા રાઉન્ડમાં માત્ર બીજી વાર ખસી છે. ૨૦૧૨માં તેને વર્જની રઝન સામે ફ્રેન્ચ ઓપનના પ્રથમ રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જાેકે, આ વખતે હારના કારણે નહીં પણ ઈજાગ્રસ્ત થવાના કારણે તેને ટૂર્નામેન્ટમાંથી ખસવું પડ્યું છે.

Related posts

સૌથી ઝડપી સદી સચિન તેંડુલકરના બેટથી ફટકારી હતી : આફ્રિદી

aapnugujarat

आमिर ने टेस्ट क्रिकेट को कहा अलविदा

aapnugujarat

बांग्लादेशी क्रिकेटरों की हड़ताल खत्म

aapnugujarat

Leave a Comment

UA-96247877-1