Aapnu Gujarat
રમતગમત

સૌથી ઝડપી સદી સચિન તેંડુલકરના બેટથી ફટકારી હતી : આફ્રિદી

પાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ ૧૯૯૬માં શ્રીલંકાની વિરુદ્ધ ૩૭ બોલમાં સદી ફટકારીને ઈતિહાસ રચી દીધો હતો. તેણે આ કારનામું ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરના બેટથી કર્યું હતું. આફ્રિદીએ પોતાના પુસ્તક ગેમ ચેન્જરમાં આ વાતનો ખુલાસો કર્યો છે. મૂળે, સચિન પોતાના બેટ જેવું જ એક બેટ બનાવવા માંગતો હતો. તેના માટે તેણે પોતાનું બેટ વકાર યૂનુસને આપ્યું અને સિયાલકોટથી આવું જ એક બેટ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી.
આફ્રિદીએ લખ્યું કે, પરંતુ વિચારો વકારે બેટ સિયાલકોટ લઈ જતાં પહેલા શું કર્યું? તેણે બેટિંગ માટે જતાં પહેલા આ બેટ મને આપ્યું. તો નૈરોબીમાં શ્રીલંકાની વિરુદ્ધ શાહિદ આફ્રિદીએ સચિનના બેટથી પહેલસી સદી ફટકારી.
ઉલ્લેખનીય છે કે, શાહિદ આફ્રિદીએ પોતાની બીજી વનડેમાં જ સેન્ચુરી કરી હતી. આ ઇનિંગમાં તેણે ૧૧ સિક્સર અને ૬ ફોર મારતાં સૌથી ઝડપી સદી ફટકારી હતી.
પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી અને પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીર વચ્ચે શાબ્દિક ટિપ્પણીઓ ચાલુ જ છે. ગંભીરના સારવાર વાળા નિવેદન પર હવે આફ્રિદીએ વળતો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, ગંભીરને મગજની બિમારી છે અને જો તે ઈચ્છે તો હું તેની સારવાર કરાવીશ. આફ્રિદીએ કહ્યું કે, જો તેના વિઝામાં મુશ્કેલી આવી રહી હોય તો હું તેમાં તેની મદદ કરીશ. આફ્રિદીએ આ વાત તેમની આત્મકથા ગેમ ચેન્જરના લોન્ચિગ વખતે કહી હતી.

Related posts

लंका प्रीमियर लीग में खेलेंगे मुनाफ पटेल

editor

રાંચીમાં દૂધવાળાના દીકરાએ કરી કમાલ

aapnugujarat

ચેન્નઈ સુપરકિંગ્સની ડોક્યૂમેન્ટ્રીમાં ધોનીએ કહ્યું- હત્યાથી મોટો અપરાધ છે મેચ ફિક્સિંગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1