Aapnu Gujarat
શિક્ષણ

રાજ્યના ટ્યૂશન ક્લાસિસ સંચાલકો વડાપ્રધાનને ૧૧ હજાર પત્રો લખશે

કોરોનાનાં કારણે શૈક્ષણિક સંસ્થાઓ લાંબા સમય સુધી બંધ છે. તો ટ્યુશન કલાસના સંચાલકો દ્વારા સહાય આપવાની માંગ સંચાલકો કરી ચૂક્યા છે. ત્યારે કોરોનાને કારણે છેલ્લાં દોઢ વર્ષથી ટ્યૂશન ક્લાસિસ બંધ છે. ત્યારે ટ્યુશન ક્લાસિસ સંચાલકો હવે આ બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રજૂઆત કરવા જઇ રહ્યાં છે. આ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ૧૧ હજાર પત્રો લખવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર ટ્યુશન કલાસીસ સંચાલકો વડાપ્રધાનને ૧૧ હજાર પત્રો લખશે અને જેમા ૫૦ ટકા ક્ષમતા સાથે કલાસ શરૂ કરવાની સરકાર પાસે મંજૂરી માંગશે. આ માટે સંચાલકોના પત્ની, દીકરી, બેહનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી રહી છે. અત્યાર સુધીમાં ૫ હજાર પત્રો લખાય ગયા છે અને આગામી સમયમાં ગાંધી આશ્રમ, બાગ બગીચાઓમાં મોટી સંખ્યામાં પત્રો લખવાનો કાર્યક્રમ સંચાલકો કરી રહ્યા છે. છેલ્લા દોઢ વર્ષથી કલાસ બંધ છે ત્યારે પરિવારનું ગુજરાન ચલાવવુ પણ મુશ્કેલ હોવાનું ટ્યૂશન સંચાલકો જણાવી રહ્યા છે.
ટ્યૂશન સંચાલકો દ્વારા ૫૦ ટકા ક્ષમતા સાથે ક્લાસ શરૂ કરવાની સરકાર મંજૂરી આપે તેવી માંગ છે. અત્યાર સુધી પાંચ હજાર પત્રો લખાયા છે. આગામી સમયમાં ગાંધીઆશ્રમ, અને બાગ બગીચાઓમાં પત્ર લખવાનું આયોજન છે. ટ્યુશન સંચાલકો શૈક્ષણિક કાર્ય શરૂ કરવા અથવા ટ્યુશન સંચાલકોને સરકાર તરફથી કંઈક રાહત અથવા સહાય સરકાર આપે તેવી માંગ કરી રહ્યા છે.
ટ્યુશન સંચાલકો સરકારની ગાઈડ લાઈન પ્રમાણે ૫૦% કે તેથી ઓછી સંખ્યામાં ક્લાસિસ શરૂ કરવાની માંગ કરી રહ્યા છે. હાલની પરિસ્થિતિ એવી છે કે શૈક્ષણિક કાર્ય ઓનલાઇન શરૂ થઈ ગયું હોવા છતાં ટ્યુશન ક્લાસ શા માટે ચાલુ નથી કરવામાં આવતું સરકારે વિદ્યાર્થીઓ માટે કંઈક સારું વિચારવું પડે તેવી ટ્યુશન સંચાલકોને માંગણી છે.

Related posts

યુજીસીએ લાગુ કરેલા અધ્યાપકોની ભરતી મુદ્દેના પરિપત્રનો વિરોધ

aapnugujarat

વિજયનગર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનો એક દિવસ ધરણા કાર્યક્રમ

aapnugujarat

ધોરણ-૯-૧૧ પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર : ચાલુ સત્રથી જ અમલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1