Aapnu Gujarat
ગુજરાત

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની વરસાદ મુદ્દે આગાહી

આગામી 16 અને 17 જુલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, સુરત, ડાંગ ,તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દિવ, જૂનાગઢ, કચ્છમાં પણ ભારે વરસાદ પડશે. હવામાન વિભાગે ગુજરાતની દરિયા સીમમાં આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે. જ્યારે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે આગામી દિવસોમાં આ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.

ગુજરાતના હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે પણ કહ્યું હતું કે, 15 જુલાઈથી વરસાદ ફરી શરૂ થશે. 15 થી 22 જુલાઈમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ થશે. તેમાં પણ 30 જુલાઈના રોજ બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સક્રિય થશે. જેના કારણે 30 જુલાઈથી 8 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. ેહવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. ગુજરાત પર લો પ્રેશરની વરસાદી સિસ્ટમ સર્જાતા આગામી 3 દિવસ મેઘરાજા મહેરબાન થશે. એટલું જ નહીં અમદાવાદ સહિત અન્ય વિસ્તારમાં મધ્યમ વરસાદ પડી શકે છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં મોન્સૂન ટ્રફથી ભેજનું પ્રમાણ વધ્યું છે. હવામાન વિભાગના જ્યંત સરકારે જણાવ્યું છે કે, આગામી ત્રણ દિવસ સામાન્ય થી મધ્યમ વરસાદ રહેશે. આગામી 16-17 જુલાઈના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

Related posts

રામનાથ કોવિંદ દેશનાં ૧૪માં રાષ્ટ્રપતિ બન્યાં : ભાજપ દ્વારા ભવ્ય આતશાબાજી : કાર્યકરોમાં ખુશીની લહેર

aapnugujarat

Gujarat HC rejects petition challenging election of S Jaishankar and Jugalji Thakor in RS by polls

aapnugujarat

પેન્શન યોજના અમદાવાદથી શરૂ થઇ : ૪૨ કરોડને ફાયદો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1