Aapnu Gujarat
મનોરંજન

બોલિવુડની આ એક્ટ્રેસનો ડ્રાઈવર કોરોના પોઝિટિવ, જાણો પરિવારના સભ્યનો રીપોર્ટ શું આવ્યો

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાને ગઇકાલે મોડી રાત્રે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં સારાએ કહ્યું હતું કે તેના ડ્રાઈવરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ ડ્રાઈવરને ક્વોરેન્ટાઇન સેન્ટરમાં મોકલી દેવામાં આવ્યો છે.

View this post on Instagram

????????????????????????

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

સારાએ પોસ્ટમાં કહ્યું હતું, ‘હું તમને કહેવા માગું છું કે, અમારા ડ્રાઈવરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રિપોર્ટ મળતા જ BMCને આ અંગે માહિતી આપવામાં આવી હતી અને ડ્રાઈવરને ક્વૉરન્ટીન સેન્ટરમાં મોકલી દેવામાં આવ્યો હતો. મારા પરિવારના લોકો, ઘરના સ્ટાફ તથા મારો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. અમે જરૂરી સાવધાની રાખી રહ્યાં છીએ અને BMCએ આપેલી ગાઈડલાઈન માટે આભાર.’

Sara Ali Khan's driver tests positive for Covid-19, actor informs ...

ઉલ્લેખનીય છે કે હાલમાં જ અમિતાભ બચ્ચન, અભિષેક-ઐશ્વર્યા-આરાધ્યાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અમિતાભ તથા અભિષેક નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે, જ્યારે ઐશ્વર્યા-આરાધ્યા હોમ ક્વૉરન્ટીન છે. હાલમાં જ રેખાના બંગલાના સિક્યોરિટી ગાર્ડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેથી જ બંગલાને સીલ કરવામાં આવ્યો છે. ભૂતકાળમાં બોની કપૂર, કરન જોહર, આમિર ખાનના સ્ટાફ મેમ્બર્સ પોઝિટિવ આવ્યા હતાં.

Sara Ali Khan Driver tested Coronavirus positive and her family ...

સારાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે વરુણ ધવન સાથે ફિલ્મ ‘કુલી નંબર 1’માં જોવા મળશે. આ ફિલ્મ 1 મેએ રિલીઝ થવાની હતી પરંતુ લોકડાઉનને કારણે ફિલ્મ રિલીઝ થઈ શકી ન હતી. આ ફિલ્મ હવે આવતા વર્ષે દિવાળી પર રિલીઝ થાય તેવી શક્યતા છે. આ ઉપરાંત પણ સારા અલી ખાન ડિરેક્ટર આનંદ એલ રાયની ફિલ્મ ‘અતરંગી રે’માં અક્ષય કુમાર તથા ધનુષ સાથે જોવા મળશે.-

Related posts

એતરાજ-૨ ફિલ્મનું શુટિંગ વર્ષનાં અંત સુધી શરૂ કરાશે

aapnugujarat

ચોર નિકલ કે ભાગા ફિલ્મમાં જહોન -તમન્ના ભાટિયા રહેશે

aapnugujarat

દિશાના હોટ ફોટો પર ટાઇગર ની બહેને કરી આવી કમેન્ટ, લોકોએ કહ્યું થઈ ગયું પેચઅપ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1