Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અમેરિકન વિમાનોની જાસૂસી જોઈ રહ્યું છે ચીન

સાઉથ ચાઈના સીમાં પોતાના બે જંગી એરક્રાફ્ટ કેરિયર સહિતના નૌકા કાફલા સાથે યુધ્ધાભ્યાસ કરી રહેલા અમેરિકાના જાસૂસી વિમાનો આગળ ચીન લાચાર થઈ ચુક્યુ છે.યુધ્ધાભ્યાસના ભાગરુપે અમેરિકાના જાસૂસી વિમાનો ચીનની નજીક ચકરાવા મારીને નીકળી જઈ રહ્યા છે અને ચીન તેને જોવા સીવાય બીજુ કશું કરી શકતુ નથી.
ચીનના અખબારે જાસૂસી વિમાનોની ઉડાનને ખતરનાક સંકેત તરીકે ગણાવી છે.અખબારે કહ્યુ છે કે, છેલ્લા ત્રણ દિવસથી અમેરિકાના જાસૂસી વિમાનો દેશના દક્ષિણ ભાગના કાંઠા વિસ્તારોની અત્યંત નજીકથી ઉડી રહ્યા છે.જેની પાછળનો ઈરાદો અહીંયા તૈનાત ચીની નૌસેનાના જંગી જહાજોની અને હથિયારોની જાસૂસી કરવાનો છે.
એક તબક્કે તો અમેરિકાનુ જાસૂસી વિમાન ચીનના ગુઆંગડોંગથી માત્ર ૫૧ નોટિકલ માઈલ દુર હતુ.આવુ છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહ્યુ છે.ચીનના નિષ્ણાતોનો દાવો છે કે, અમેરિકા ચીન સાથે ટકરાવા માટે જાસૂસી કરીને જાણકારી એકઠી કરી રહ્યુ છે.કારણકે અમેરિકા જે વિમાનો ઉપયોગમાં લઈ રહ્યુ છે તે ઈલેક્ટ્રોમેગ્નેટિક સિગ્નલ અને કોમ્યુનિકેશન સિગ્નલને પકડી શકે છે અને તેના એનાલિસીસના આધારે અમેરિકા ચીન પાસે કયા પ્રકારના શસ્ત્રો છે તે જામવા માંગે છે.ઉલ્લેખનીય છે કે, ગુઆંગડોંગ ચીનની નૌસેનાના જહાજો માટેનુ બેઝ છે.સાઉથ ચાઈના સીની સુરક્ષાની જવાબદારી આ બેઝના જહાજો પર છે .

Related posts

ઇરાનને પહોંચી વળવા માટે તે અમેરિકાથી પણ ટકરાઇ શકે છે : ઇઝરાયેલ વડાપ્રધાન

editor

બલોચ વિદ્રોહીઓથી કંટાળી પીએમ ખાન ગ્વાદરને કાંટાળા તારની દીવાલથી સીલ કરવામાં લાગ્યા

editor

कश्मीर पर भारत को झटका देने की तैयारी में सऊदी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1