Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

રશિયાની નિકટ જવા ચીનના ધમપછાડા

ભારત અને અમેરિકા સહિત દુનિયાના ઘણા દેશો સાથે પંગો લેનાર ચીને હવે રશિયાની નીકટ જવા માટેના પ્રયાસો શરુ કર્યા છે.ભારત અને ચીન દ્વારા થઈ રહેલી ઘેરાબંધી વચ્ચે એકલા પડી રહેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી હતી.જીનપિંગે પુતિન સાથેની વાતચીતમાં બંને દેશો વચ્ચેના સહયોગ અને સંપર્કને વધારવા માટે અપીલ કરી હતી.જિનપિગં અને પુતિન વચ્ચે એવા સમયે વાતચીત થઈ છે જ્યારે અમેરિકા સાથે ચીનના સબંધો ઝડપથી વણસી રહ્યા છે અને બીજી તરફ ચીન અને ભારત વચ્ચે પણ તનાવ છે.પાંચ દિવસ પહેલા જ પીએમ મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને ફોન કરીને જનમત સંગ્રહમાં જીત મેળવવા માટે અભિનંદન આપ્યા હતા.પીએમ મોદીએ બંને દેશો વચ્ચેના વિશેષ પ્રકારના સબંધોમાં હજી વધારો થાય તેવી આશા વ્યક્ત કરી હતી.દરમિયાન જિનપિંગે પુતિન સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે, ચીન રશિયા સાથે સહયોગ જાળવી રાખવાની સાથે બંને દેશના સુરક્ષા અને વિકાસના હિત છે તેને પણ જાળવી રાખવા માંગે છે.ચીને હંમેશા રશિયાના વિકાસ માટેના રસ્તાનુ સમર્થન કર્યુ છે.ચીન આંતરરાષ્ટ્રિય સ્તરે પણ રશિયા સાથેના સહયોગને તેજ કરશે.

Related posts

इमरान को झटका, व्हाइट हाऊस के बयान में कश्मीर का जिक्र तक नहीं

aapnugujarat

यूएस ने भारत को गार्जियन ड्रोन की बिक्री की मंजूरी दी

aapnugujarat

ताइवान ने चीनी जहाजों की घुसपैठ का किया विरोध,

editor

Leave a Comment

UA-96247877-1