Aapnu Gujarat
ટેકનોલોજી

દેશના જવાનો માટે ૮૯ એપ્સ પર પ્રતિબંધ

ભારતીય સેનાએ પોતાના તમામ જવાનો માટે મોટા ભાગની મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. કુલ ૮૯ મોબાઈલ એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવી દીધો છે. જેમાં ફેસબુક, ટિકટોક અને ઇન્સ્ટ્રાગ્રામ જેવી એપ્લિકેશન્સનો સમાવેશ થાય છે.
જે ૮૯ મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તે માટે જવાનોને ૧૫ જુલાઈ સુધીમાં તમામ એપ્લિકેશન્સને પોતાના ફોનમાંથી ડિલિટ કરી દેવા માટેની સૂચના આપી દેવામાં આવી છે.ફેસબુક, ટિકટોક અને ઇન્સ્ટ્રાગ્રામ ઉપરાંત સ્નેપચેટ, સોંગપીકે, વીચેટ, હાઇક, લાઇકી, શેરઇટ, ટ્રુકોલર, પબજી, ટીન્ડર જેવી એપ્લિકેશન્સ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. કેન્દ્ર સરકારે પ્રતિબંધ લગાવી દીધો છે તે તમામ એપ્લિકેશન્સનો સમાવેશ પણ આ ૮૯ મોબાઈલ એપ્લિકેશનમાં થાય છે.નોંધનીય છે કે ભારત સરકારે ગયા અઠવાડિયે જ ચીનની ૫૯ મોબાઈલ એપ્લિકેશન્સ પર પ્રતિબંધ લગાવી દીધો હતો, જેમાં લોકપ્રિય એપ્સ ટિકટોક અને યૂસી બ્રાઉઝ જેવી એપ્લિકેશન્સનો સમાવેશ થાય છે. સરકારે કહ્યું હતું કે આ એપ્લિકેશન્સ દેશની સંપ્રભુતા, અખંડતા અને રાષ્ટ્રિય સુરક્ષા માટે નુકશાનકારક છે. એપ્લિકેશન્સ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લદ્દાખ વિસ્તારમાં સીમા પર ચીની જવાનોની સાથે થયેલી અથડામણ બાદ લેવામાં આવ્યો હતો.

Related posts

पेटीएम की गूगल को चुनौती

editor

कोरोना काल में मारुति सुजुकी को हुआ तगड़ा मुनाफा

editor

टीएमसी ने मार्क जकरबर्ग को लिखा पत्र, कहा- भाजपा के साथ पक्षपात के हमारे पास कई सबूत

editor

Leave a Comment

UA-96247877-1