Aapnu Gujarat
ગુજરાત

ભાજપા પ્રદેશ અધ્યક્ષ વાઘાણીએ વિદેશી વસ્તુઓનો ઉપયોગ ટાળવા કરેલી અપીલ

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ, ગાંધીનગર ખાતે મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, કોવિડ – ૧૯ને ને કારણે દેશમાં પ્રવર્તમાન પરિસ્થિતિને અનુસંધાને અને દેશની અર્થવ્યવસ્થાને ફરી વેગવંતી કરવા, આત્મનિર્ભર ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેર કરેલ રૂ.૨૦લાખ કરોડનું વિશેષ આર્થિક પેકેજ દેશના ખેડૂતો, શ્રમિકો, મજૂરો, મધ્યમ વર્ગ, એમ.એસ.એમ.ઈ સેક્ટર સહિત દેશના તમામ વર્ગો માટે આશીર્વાદરૂપ સાબિત થઇ રહ્યું છે. પ્રધાનમંત્રી મોદીના નિર્ણાયક અને મજબૂત નેતૃત્વમાં દેશ આત્મનિર્ભરતા તરફ અગ્રેસર બની રહ્યો છે, દેશની જનતામાં રાષ્ટ્રવાદની નવી ઊર્જાનો સંચાર થઈ રહ્યો છે, નાગરિકો સ્વદેશી ઉત્પાદો ખરીદવા પ્રેરિત થઈ રહ્યા છે. વાઘાણીએ જમાવ્યું હતું કે, કેન્દ્રની ભાજપા સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રે કરવામાં આવી રહેલ નીતિગત સુધારાઓની હકારાત્મક અસર સ્પષ્ટપણે દેખાઈ રહી છે.સમગ્ર વિશ્વની નજર આજે ભારત ઉપર છે. ભારત પાસે સમગ્ર વિશ્વ સાથે સ્પર્ધા કરવાનું સામર્થ્ય છે, સંભાવનાઓનો અખૂટ ભંડાર છે, આફતને અવસર બનાવવાની કુશળતા છે.
વાઘાણીએ જણાવ્યું હતું કે,પ્રધાનમંત્રી મોદી દેશને કોઈ એક કે બે ક્ષેત્રોમાં નહીં પરંતુ ’ઇન ટોટો’ એટલે કે તમામ મોરચે સ્પેસ ટેકનોલોજી થી લઈને સમુદ્ર અને ખગોળશાસ્ત્ર સુધી, મેન્યુફેક્ચર ક્ષેત્રે, રક્ષા ક્ષેત્રે દેશને સ્વાવલંબી બનાવવાના સંકલ્પ સાથે ’આત્મનિર્ભર ભારત અભિયાન’ લઈને આવ્યા છે.દેશના ઇતિહાસમાં પ્રથમ વખત દેશને સ્વાવલંબી બનાવવાના પથ તરફ અગ્રેસર કરતી યોજના અંતર્ગત રૂ.૨૦ લાખ કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી છે.
વાઘાણીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રની ભાજપા સરકાર ઈકોનોમી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર,સિસ્ટમ, ડેમોગ્રાફિક ડિમાન્ડ તેમજ લેન્ડ, લેબર, લૉ અને લિકવિડીટીના આધારસ્તંભ ઉપર રીફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મના સિધ્ધાંતને અનુસરી વિવિધ સકારાત્મક અને પ્રોત્સાહક માળખાગત સુધારા કરી વિવિધ યોજનાઓ અમલમાં મૂકી રહી છે.
વાઘાણીએ ગુજરાતની જનતાને રોજિંદા જીવનમાં સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવાનો આગ્રહ કર્યો હતો અને અતિઆવશ્યક સંજોગો સિવાય વિદેશી બનાવટની વસ્તુનો ઉપયોગ કરવાનું ટાળવા અપીલ કરી હતી, ગામ-શહેરોમાં લોકલ ઉત્પાદનોનો પ્રચાર પ્રસાર કરવા આહવાન કર્યું હતું અને જણાવ્યું હતું કે, આમ કરવાથી આપણે આપણા ભારતીયને પરોક્ષ રીતે મદદરૂપ થઈ શકીશું. વાઘાણીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનથી સ્વચ્છ ભારત અભિયાન એક જનઆંદોલન બન્યું અને તેનું સકારાત્મક પરિણામ આપણા સૌની નજર સમક્ષ છે. મને સંપૂર્ણ ભરોસો છે કે સ્વચ્છ ભારત અભિયાન ની જેમ જ આત્મનિર્ભર ભારત અભિયાન પણ એક જન આંદોલનનું સ્વરૂપ લેશે,જનતા લોકલ માટે વોકલ બનશે, નાના ઉદ્યોગો સક્ષમ બનશે, નવી રોજગારીનું સર્જન થશે.
વાઘાણીએ સ્વામી વિવેકાનંદજીએ વર્ષ ૧૮૯૪માં કરેલા ૨૧મી સદી ભારતની હશે, ભારત તમામ ક્ષેત્રે સક્ષમ હશે’નિવેદન ને યાદ કર્યું હતું અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ વિશ્વગુરુ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

શું કોંગ્રેસના GPCC ચીફ હાર્દિક પટેલ ને મનાવવામાં સફળ રહેશે ?

aapnugujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અડાલજ ખાતે શ્રી અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટના કુમાર છાત્રાલય, શિક્ષણ સંકુલનું ઉદ્ઘાટન તેમજ જનસહાયક ટ્રસ્ટ હીરામણી આરોગ્ય ધામનું ભૂમિપૂજન વર્ચ્યુઅલ માધ્યમથી કર્યું

aapnugujarat

આરોગ્ય વિભાગના અધિકારીઓ કોરોના ગાઇડલાઇન્સની ઐસી કી તૈસી કરી

editor

Leave a Comment

UA-96247877-1