Aapnu Gujarat
ગુજરાત

૧૫ જુલાઇથી વરસાદની આગાહી

વેલ માર્ક લૉ પ્રેશર સિસ્ટમ ગુજરાત પરથી ફંટાઇ ગઈ છે. જેના કારણે વરસાદનું જોર ઘટી જશે. પરંતુ બે દિવસ વાદળછાયું વાતાવરણ રહશે અને સામાન્ય વરસાદી ઝાપટા પડશે. પરંતુ ફરી ૧૫ જુલાઈથી વરસાદ થવાની આગાહી હવામાન નિષ્ણાતે કરી છે.
૧૫ થી ૨૨ જુલાઈમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ થશે. જે બાદ ૩૦ જુલાઈના બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સક્રિય થશે. જેનાથી ૩૦ જુલાઈથી ૮ ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.ચાલુ વર્ષ ચોમાસાની શરૂઆતમાં જ રાજ્યમાં સરેરાશ ૨૭.૭૫ ટકા વરસાદ નોંધાયા ગયો છે. દ્વારકા જિલ્લામાં વરસાદે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.
દ્વારકા જિલ્લામાં સરેરાશ ૧૪૫.૧૬ ટકા વરસાદ નોંધાયા ગયો છે.કચ્છમાં પણ આ વર્ષે સારો વરસાદ થયો છે. ગત વર્ષે કચ્છમાં ૮ જુલાઈ ૨૦૧૯ સુધી ૬.૨૭ ટકા હતો. જે ચાલુ વર્ષે ૬૮.૮૯ ટકા નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષ ૮ જુલાઈ સુધીનો વરસાદ ૫૫.૨૦ ટકા છે. મધ્ય ગુજરાતમાં ૧૭.૧૯ ટકા, ઉત્તર ગુજરાતમાં ૧૪.૫૨ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૧૬.૨૫ ટકા વરસાદ નોંધાયો છે.સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત દક્ષિણ ગુજરાતથી થતી હોય છે.
સરેરાશ વરસાદ પણ દક્ષિણ ગુજરાતમાં સારો થતો હોય છે. પરંતુ ચાલુ વર્ષ ૮ જુલાઈના વરસાદ જોઈએ તો સૌરાષ્ટ્રમાં વધુ નોંધાયો છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત વરસાદ ઓછો છે. ૧૫ જુલાઈ ૨૨ જુલાઈ સુધીમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ થશે.

Related posts

પાવીજેતપુર શહેરમાં રસ્તાની ધીમી કામગીરીથી લોકો ત્રાહિમામ

editor

ગુજરાતની જનતાનો આક્રોશ મતોમાં ફેરવાશે : અખિલેશ

aapnugujarat

बनासकांठा, पाटण समेत कई बाढ़ग्रस्त इलाकों में सफाई अभियान की जिम्मेदारी सौंपी गई

aapnugujarat

Leave a Comment

UA-96247877-1