Aapnu Gujarat
ગુજરાત

રામ સ્વામી ગુરુકુળ ગાંધીનગરના હસ્તે ૧૦૪ કવિઓનું સન્માન કરાયું

ગુરૂપૂર્ણિમા નિમિત્તે ઑન લાઈન આંતરરાષ્ટ્રીય કવિ સંમેલન ગત રવિવારના રોજ ગાંધીનગર સાહિત્ય સેવા સંસ્થાન દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું જેમાં દેશ વિદેશમાંથી કવિઓ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની ગુરુ વાણી પ્રસ્તુત કરી હતી.
ઓસ્ટ્રેલિયાથી બિનલ પટેલ, સ્વપન જેસરવાકર, ગોવિંદભાઈ પટેલ અમેરિકા, રમેશભાઇ પટેલ, આકાશદિપ કેલિફોર્નિયા ખાતેથી કવિઓ જોડાયા હતાં. ભારતમાંથી ઈન્દોર, દિલ્હી, મુંબઈ વિગેરે પ્રદેશ તેમજ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાંથી ગુજરાતી કવિઓ જોડાયા હતાં.
આ તમામ કવિઓને પ્રમુખ સ્વામી મહારાજ સન્માન પત્ર આપી સમ્માનિત કરવામાં આવ્યા હતાં.
“૧૩ વર્ષનો ધોરણ ૮માં આણંદ ખાતે અભ્યાસ કરતો પાવન પુનિત સુથાર અને ૮૪ વર્ષના સુધાબેન ધનેશા કેશોદથી જોડાયા હતા અને કવિતા પ્રસ્તુત કરી હતી. આ કાર્યક્રમ અનુસંધાન ૬ જુલાઈ ૨૦૨૦ના રોજ ૪ વાગ્યે ગુરુકુળ ગાંધીનગરના હસ્તે સન્માન કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં સરસ્વતી વંદના અને સદગુરૂની આરતી ડૉ ગુલાબચંદ પટેલ અધ્યક્ષ દ્વારા કરીને કાર્યક્રમની શરૂઆત કરી હતી. રામસ્વામીએ ગુરુ વંદના રજૂ કરી હતી. સંસ્થા દ્વારા બે મહિનામાં કુલ ૨૪ કવિ સંમેલન, સન્માન સમારોહ અને પુસ્તક વિમોચનના યોજાયા છે પરંતુ આ કાર્યક્રમ તો તમામ કાર્યક્રમથી અનોખો રહ્યો. સંસ્થાના કાર્યક્રમમાં જોડાવા માટે કવિ લેખકની ઉત્કંઠા બહુ જ છે, અન્ય સંસ્થા કરતા ખૂબ સરસ આયોજનને કારણે લોકોને જોડાવું ખૂબ ગમે છે.
આ કાર્યક્રમનું ઉદઘાટન પૂજનીય શ્રી રામ સ્વામી ગુરુકુળ ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યું હતું. કવિઓને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. કાર્યક્રમના અંતે આભાર વિધિ શ્રી કાંતિભાઈ પટેલ એડવોકેટ દ્વારા કરવામાં આવી હતી.

Related posts

વસ્ત્રાલથી એપરલ પાર્કની વચ્ચે વર્ષના અંતે મેટ્રો દોડતી કરાશે : નાયબ મુખ્યપ્રધાન

aapnugujarat

વૈષ્ણોદેવી અને અમરનાથ યાત્રા માટે જમ્મુ-કાશ્મીર સરકારે હેલિકોપ્ટર સેવાનો ટેક્સ ઘટાડ્યો

aapnugujarat

૩ દિવસ ૩૦૦ પોલીસ કર્મી બાઈક ઉપર પેટ્રોલિંગ કરશે : અમદાવાદ શહેરમાં ૩૧મીની તૈયારી શરૂ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1