Aapnu Gujarat
ગુજરાત

૩ દિવસ ૩૦૦ પોલીસ કર્મી બાઈક ઉપર પેટ્રોલિંગ કરશે : અમદાવાદ શહેરમાં ૩૧મીની તૈયારી શરૂ

વર્ષ-૨૦૧૭ની વિદાયને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે આ અગાઉ અમદાવાદ શહેર પોલીસ દ્વારા ૩૧ ડિસેમ્બરની રાત્રીએ આયોજિત કરવામાં આવતી પાર્ટીઓમાં કોઈ મોટી બબાલ ન થાય એ માટે અત્યારથી જ તડામાર તૈયારીઓ કરી દીધી છે.અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવેલી તૈયારીઓમાં ૩૦૦ જેટલા પોલીસ કર્મીઓને બાઈક દ્વારા સતત ત્રણ દિવસ સુધી અલગ અલગ વિસ્તારોમાં પેટ્રેલિંગની જવાબદારી સોંપવામાં આવી છે આ સાથે જ અમદાવાદ શહેરના દરેક પોલીસ સ્ટેશન દીઠ ખાસ ૩૧ મી ડિસેમ્બર માટે ત્રણ-ત્રણ ટીમ પણ બનાવવામાં આવી છે.આ અંગે મળતી માહિતી અનુસાર,અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં કલબો અને પાર્ટી પ્લોટમાં ૩૧ ડિસેમ્બરને અનુલક્ષીને ખાસ પાર્ટીઓ આયોજિત કરવામાં આવતી હોય છે.આ બાબતને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસ દ્વારા આ દિવસે અલગ અલગ પ્રકારે ૩૧મીના મદમાં રાચવાવાળા લોકો ઉપર અંકુશ રાખી શકાય એ માટે તડામાર તૈયારીઓ પણ આરંભી દેવામાં આવી છે.જેમાં પોલીસ દ્વારા આ વખતે સોશીયલ મિડીયાના ઉપયોગ દ્વારા અમદાવાદ શહેરમાં આયોજિત કરવામાં આવનારી વિવિધ પાર્ટીઓ ઉપર ખાસ વોચ રાખવામાં આવશે.આ ઉપરાંત અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ૪૦થી વધુ પોલીસ સ્ટેશનો,અમદાવાદ રૂરલ પોલીસ સ્ટેશનોમાં પણ પોલીસ સ્ટેશન દીઠ ત્રણ-ત્રણ ટીમો ખાસ ૩૧ ડિસેમ્બરને ધ્યાનમાં રાખી બનાવવામાં આવી છે આ ટીમો તેમને સોંપવામાં આવેલા વિસ્તારોમાં કડક વોચ રાખી ફરજ બજાવશે આ સાથે જ અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રંટ ઉપરાંત શહેરના નહેરૂબ્રિજ, સરદારબ્રિજ, ગાંધીબ્રિજ સહિતના અન્યબ્રિજ અને શહેરના અન્ય વિસ્તારો કે જયાં મોડી સાંજથી બાઈક સવારો સ્ટંટ કરતા નજરે પડતા હોય છે એમના પર ખાસ વોચ રાખવા સીસીટીવી કેમેરાની પણ મદદ લેવામાં આવશે.અમદાવાદ પોલીસે આ માટે ૩૦૦ પોલીસ કર્મીઓને બાઈક દ્વારા પેટ્રોલિંગ કરવાની જવાબદારી સોંપી હોવાનું પણ જાણવા મળે છે.આ સાથે જ અમદાવાદ શહેરમાં છેલ્લા પાંચ વર્ષમાં ટાડા-પાસા કે તડીપારના ગુના હેઠળ જેમની સામે ગુના નોંધાયા છે એવા તમામ ઉપર આ દિવસો દરમિયાન ખાસ વોચ રાખવામાં આવશે.અમદાવાદ પોલીસ આ દિવસોમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ચેઈન સ્નેચિંગ કરવાવાળા તત્વો ઉપર પણ ખાસ વોચ રાખશે.અમદાવાદમાં જ્યાં ભીડ વધુ પ્રમાણમાં થતી હોય એવા તમામ વિસ્તારોમાં ખાસ પોલીસ પહેરામાં વધારો કરવામાં આવશે આ ઉપરાંત શહેરના વિવિધ મલ્ટીપ્લેકસ અને સિનેમાગૃહોમાં પણ આ દિવસોમાં પોલીસ વોચ વધારવામાં આવશે.

Related posts

CM e-launches Gujarat dyestuff manufacturing association’s directory- web portal mobile application

editor

HSRP નંબર પ્લેટ લગાવવા માટેની મુદ્દત ત્રણ મહિના વધી

aapnugujarat

E-cigarettes purchase and sales to be banned in Gujarat : HM Jadeja

aapnugujarat

Leave a Comment

UA-96247877-1