Aapnu Gujarat
ગુજરાત

હિંમતનગરમાં ચાઈનીઝ પ્રોડક્ટ ન વેચવા વેપારીઓને અપીલ

‘આવો કોઈની મદદ કરીએ’ ગ્રુપ દ્વારા હિંમતનગરનાં અનેક વિસ્તારોમાં શોરૂમ અને દુકાનો પર ચાઇના કંપનીની તમામ ચીજવસ્તુઓ વેચવાની સમય મર્યાદા આપવામાં આવી હતી. ગ્રુપના સભ્યો દ્વારા દુકાનો અને શોરૂમ પરથી ચાઇના કંપનીના બોર્ડ કાઢવામાં આવ્યા હતાં અને ૧૦ જુલાઈ પછી ચાઇનાની કોઈ પણ બ્રાન્ડના મોબાઈલ કે ચીજ વસ્તુ ના વેચવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.મહાકાલ સેના ગુજરાતના મહામંત્રી ભૃગુવેદ્રસિંહ કુંપાવત દ્વારા કહેવામાં આવ્યું કે આવતીકાલે કદાચ ચીન ભારત પર કબજો કરી લે તો એના માટે આપણે બધા જ જવાબદાર બનીશું. અંગ્રેજોએ પણ ભારત સાથે વેપાર કરીને જ આપણને ગુલામ બનાવ્યાં હતાં ત્યારે આપણે અભણ હતાં પરંતુ આજે આપણે બધાં સમજદાર બની ગયા છીએ અને શિક્ષિત છીએ. સ્વદેશી અપનાવો અને દેશ બચાવો જો ભારત દેશના લોકો ૯૦ દિવસ સુધી કોઈપણ વિદેશી સામાન કે સેવાઓ ના ખરીદે તો ભારત વિશ્વનો બીજો અમીર દેશ બની શકે એમ છે.
હિંદુ યુવા સંગઠનના પ્રમુખ સરવીન પટેલ અને પ્રતીક પટેલ દ્વારા કહેવામાં આવ્યું કે ચાઇના વસ્તુઓનો બહિષ્કારનો સંકલ્પ એજ આપણા વીર શહીદોને સાચી શ્રદ્ધાંજલિ છે.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

ગોમતીપુરમાં યુવક ઉપર ગોળીબાર

aapnugujarat

ગુજરાત કોંગ્રેસના બે નેતાઓ વચ્ચે મારામારી

aapnugujarat

કેવડિયામાં પ્રવાસીઓની સુરક્ષા માટે ૩૦૦ મગરોનું સ્થળાંતર શરૂ, ૧૫ મગર પકાડાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1