Aapnu Gujarat
ગુજરાત

વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ મથકને ફાળવવમાં આવેલ ઉપકરણોથી ૪ જિલ્લાના સાઇબર ક્રાઇમની તપાસ થશે

ઇન્ફોર્મેશન ટેકનોલોજીની ઉપયોગિતાના વૈશ્વિક વ્યાપ સાથે તેના દુરૂપયોગથી વિવિધ પ્રકારના ગુનાનો વ્યાપ અસાધારણ રીતે વધતો રહ્યો છે તેને નિયંત્રિત કરવા ભારત સરકારના સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટીગેશન માઇક્રો મિશન પ્રાજેકટ-૦૬ અંતર્ગત રાજય પોલીસને પોલીસ સ્ટેશન કક્ષાએ ક્ષમતા નિર્માણના ધ્યેયને અનુલક્ષીને ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજયના તમામ કમિશ્નર અને રેન્જમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો કાર્યરત કરવા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું તે સંદર્ભે વડોદરા શહેરમાં વડોદરા રેન્જ હસ્તકના જીલ્લાઓમાં બનતા સાયબર ક્રાઇમના ગુનાઓના નિવારણ હેતુ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, વડોદરા રેન્જનું આજરોજ રેન્જ આઇજી અભય ચુડાસમાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
વડોદરા રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં વડોદરા ગ્રામ્ય ડિવિઝનમાં ( વડોદરા ગ્રામ્ય અને ડભોઇ ડિવિઝન) છોટાઉદેપુર ડિવિઝન, ભરૂચ ડિવિઝનમાં (ભરૂચ, અંકલેશ્વર અને જંબુસર ડિવિઝન) અને નર્મદા ડિવિઝનમાં (રાજપીપલા અને કેવડિયા ડિવિઝનનો) સમાવેશ કરવામાં આવ્યો છે.
સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ઉદ્ઘાટનમાં રેન્જ આઇજી અભય ચુડાસમાએ જણાવ્યું હતું કે, સાઇબર ક્રાઇમમાં ઓનલાઇન છેતરપિંડી, ફ્રૉડ તેમજ સોશ્યલ મિડિયાના માધ્યમથી વિવિધ ક્રાઇમ થઇ રહ્યા છે તેમજ વડોદરામાં સાઇબર ક્રાઇમનું પ્રમાણ વધી રહ્યું છે. તેને નિયંત્રણમાં લાવવા સરકાર દ્વારા રાજયમાં ૯ રેન્જને સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તરીકે નક્કી કરવામાં આવ્યું છે જેમાં વડોદરા રેન્જ સાઇબર ક્રાઇમ બનાવવામાં આવ્યું છે જેમાં વડોદરા ગ્રામ્ય, ભરૂચ, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લા એમ મળી કુલ ૪ પોલીસ સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
રેન્જ આઇજી અભય ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે, સાઇબર ક્રાઇમને લગતા તમામ ગુનાની તપાસ કરવામાં આવશે અને ગુનેગારને પકડવામાં આવશે તેમજ સોશ્યલ મિડિયાનું પણ મોનીટરીંગ કરવામાં આવશે. આ ઉપરાંત મહિલાઓ માટે પણ વિશેષ કક્ષ બનાવવામાં આવ્યો છે. મહિલાઓને ધ્યાનમાં રાખી મહિલાઓ સહેલાઈથી ફરિયાદ કરી શકે તે માટે મહિલા પોલીસ સ્ટાફનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ નવી અદ્યતન સુવિધાઓ મહિલાઓ માટે ઉભી કરવામાં આવી છે. સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટાફને મદદ મળી રહે તે માટે હેન્ડ બુક બનાવવામાં આવી છે જેથી તેઓ કોઈપણ સાઇબર ક્રાઇમને સહેલાઈથી ઉકેલી શકશે.
પોલીસ ઇન્સ્પેકટર આર. આર. બ્રહ્મભટે જણાવ્યું હતું કે, સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં પ્રથમ પોલીસ ઇન્સ્પેકટર તરીકે પી.એન પટેલ તેમજ ડી.બી વાળા આ ઉપરાંત વાયરલેસ પોલીસ ઇન્સ્પેકટર એમ.બી.ઠક્કર તથા ૩ અનઆર્મ અને ૨ વાયરલેસ પોલીસ સબ ઇન્સ્પેકટર તેમજ ૧૧ હેડ કોન્સ્ટેબલ અને ૨૩ કોન્સ્ટેબલની નિમણુંક કરવામાં આવી છે જેમાં ૧૩ મહિલા પોલીસનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કાર્ય નિયત થયેલ પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેકટર, પોલીસ સબ ઇન્સ્પેકટર કક્ષ, ફોરેન્સિક કક્ષ, ડેટા એનાલિસિસ કક્ષ, , ઇન્વેસ્ટિગેશન કક્ષ અને મહિલા કક્ષ ઉપસ્થિત કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત પોલીસ ઇન્સ્પેકટર આર. આર. બ્રહ્મભટે જણાવ્યું હતું કે, પર્વતમાન સંજોગોમાં રાજ્યમાં નોંધવામાં આવતા ગુનાઓની પેર્ટન જોતા એકાંદરે ૩૭ જેટલા પ્રકારના સાઇબર ક્રાઇમ થાય છે. આ પ્રકારના ગુનામાં નિયંત્રણ લાવવા આઈટી ક્ષેત્રના સ્નાતક પોલીસ અધિકારીઓ આ પોલીસ મથકને ફાળવવામાં આવ્યા છે અને ગૃહવિભાગ દ્વારા એકંદરે ૮૫ લાખના ઉપકરણો પણ આ પોલીસ મથકને ફાળવ્યા છે.
આ ઉદ્ઘાટન સમારંભમાં રેન્જ આઇજી અભય ચુડાસમા, ભરૂચ એસપી રાજેન્દ્ર ચુડાસમા, વડોદરા ગ્રામ્ય એસપી સુધીર દેસાઇ, નર્મદા એસપી હિમકરસિંહ અને છોટા ઉદેપુર એસપી ભાભોર તેમજ અન્ય પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

રવિવારે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સતત બીજા વર્ષે એમજી વડોદરા મેરેથોનને પ્રસ્થાન કરાવશે

aapnugujarat

રાજયથી ૬.૩૧ કરોડનો જપ્ત કરાયેલ વિદેશી દારૂ

aapnugujarat

ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં ૮૪ પૈસાનો વધારો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1