Aapnu Gujarat
ટેકનોલોજી

બ્રાઝિલે વોટ્‌સએપ પે કર્યું સસ્પેન્ડ

બ્રાઝિલે વોટ્‌સએપ પેમેન્ટ સેવાને લોન્ચ કર્યાના થોડા અઠવાડીયામાં જ એવું કહીને સસ્પેન્ડ કરી દીધી કે, તેમાં કોમ્પટિટિવ એનવાયરમેન્ટને ખતરો છે.
હવે વોટ્‌સઅપે કહ્યું છે કે, તે હવે ભારતમાં પોતાની સેવા લોન્ચ કરવા માટે બેંકો અને રેગ્યુલેટર્સ સાથે સતત વાતચીત કરી રહ્યા છે. જણાવી દઈએ કે, છેલ્લા બે વર્ષથી વોટ્‌સએપ પેમેન્ટ સેવા અમુક રેગ્યુલેટરી કારણોની વચ્ચે ફસાયેલું છે.
ગત અઠવાડીયએ જ વોટ્‌સઅપે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, હવે તેણે ભારતીય રિઝર્વ બેંક પાસે ડેટા રાખવાના નિયમોના હિસાબે ફેરફાર કર્યો છે.
બેકીંગ સૂત્રોએ જણાવ્યું છે કે, રેગ્યુલેટરી કામ પુરૂ થઈ ચુક્યુ છે અને હવે બસ સરકાર લીલીઝંડી આપે તેની રાહ જોઈ રહ્યા છે. વોટ્‌સએપના પ્રવક્તાએ કહ્યુ હતું કે, ભારતમાં વોટ્‌સએપ પેને શરૂ કરવાનું કામ સતત ચાલતું રહેશે.
આ બધુ ત્યારે સામે આવ્યું છે, જ્યારે કોમ્પિટીશન કમીશન ઓફ ઈન્ડિયાએ વોટ્‌સએપની પેરેન્ટ કંપની ફેસબુકના ૫.૭ અબજ ડૉલરના જિયો પ્લેટફોર્મમાં રોકાણને લીલીઝંડી આપી છે. ટેસ્ટીંગ સ્ટેજમાં વોટ્‌સએપ પે દસ લાખ લોકો સુધી જ સિમીત છે. જણાવી દઈએ કે, હવે યૂપીઆઈના માધ્યમથી ગૂગલ પે, પેટીએમ અને અમેઝોન પે મોટા પ્લેયર છે.

Related posts

लेह को जम्मू-कश्मीर का हिस्सा दिखाने पर केंद्र सरकार ने ट्विटर को भेजा नोटिस

editor

માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્‌સને કોરોના થયા

aapnugujarat

વિશ્વનાં ઘણાં દેશોમાં ફેસબુક, વ્હોટ્‌સએપ અને ઇન્સ્ટાગ્રામ સર્વિસ ડાઉન

editor

Leave a Comment

UA-96247877-1