Aapnu Gujarat
ટેકનોલોજી

વિશ્વનાં ઘણાં દેશોમાં ફેસબુક, વ્હોટ્‌સએપ અને ઇન્સ્ટાગ્રામ સર્વિસ ડાઉન

ફેસબુક, વ્હોટ્‌સએપ અને ઇન્સ્ટાગ્રામ જેવા લોકપ્રિય સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ આજે ઘણા દેશોમાં ડાઉન થયા છે. જેના કારણે યૂઝર્સને થોડા સમય માટે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. આજેર્ન્ટિના, ઉરુગ્વે, ચિલી, બ્રાઝિલ, બાંગ્લાદેશ સહિતના દેશોમાં આ પ્લેટફોર્મ ડાઉન થયા હતા.ઉલ્લેખનીય છે કે, ફેસબુક, વ્હોટ્‌સએપ અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશ્યલ નેટવર્કિંગ પ્લેટફોર્મ સાથે ભારત સહિત દુનિયાભરના કરોડો યૂઝર્સ છે. આ પ્લેટફોર્મ સામાન્ય લોકોના જીવનનો એક ભાગ બની ગયા છે. આવી સ્થિતિમાં જ્યારે આ પ્લેટફોર્મમાં ખામી સર્જાય ત્યારે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
જાે કે, આ સમસ્યાનું કારણ શું છે, તે હજી સામે આવ્યું નથી.અમેરિકા અને યુનાઇટેડ કિંગડમના યૂઝર્સ પણ આ સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોવાનું ઓનલાઈન આઉટેજને ટ્રેક કરતી વેબસાઇટ ડાઉનડિટેક્ટરનું કહેવું છે. ડાઉન ડિટેક્ટર વેબસાઇટ પરના ૪૦ ટકાથી વધુ રિપોર્ટ જણાવે છે કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મની સર્વિસ બ્લેકઆઉટ થઈ છે. ટિ્‌વટર પર યુઝર્સ જણાવી રહ્યા છે કે, ફોટા અને પોસ્ટ લોડ કરવામાં તેમને મુશ્કેલી થઇ રહી છે.આ સમસ્યાના કારણ અંગે જાણવા માંગતા ધ ઇન્ડિપેન્ડન્ટે રિકવેસ્ટ કરી હતી. જાેકે, ફેસબુકે હજી સુધી તેનો કોઈ જવાબ આપ્યો નથી. સેવામાં ક્ષતિ બાબતે યૂઝર્સના અસંખ્ય રિપોર્ટ હોવા છતાં આ સમસ્યા અંગે ફેસબુકના ઓફિશિયલ સ્ટેટસ પેજ પર આ મામલે કોઇ પોસ્ટ થઈ નથી. જાેકે, સૂત્રોનું કહેવું છે કે, ફેસબુક હાલ ઓપરેબિલીટી રિસ્ટોર કરી રહ્યું છે.ઉલ્લેખનીય છે કે, એપ્રિલ અને માર્ચ મહિનામાં પણ પ્લેટફોર્મમાં ક્ષતિ ઉભી થઇ હતી. વ્હોટ્‌સએપ, ઇન્સ્ટાગ્રામ અને મેસેંજર સહિતના એપ્સ વચ્ચે ક્રોસ-પ્લેટફોર્મ મેસેજિંગને મંજૂરી આપવા માટે ફેસબુક બેકએન્ડ સહિત તેની વિવિધ સેવાઓ એકીકૃત કરવાનું કામ કરી રહ્યું છે.નિષ્ણાંતોનું કહેવું છે કે, જેમ-જેમ ઇન્ટિગ્રેશન વધશે તેમ-તેમ આવી ઘટનાઓ વધુ બનશે. તેમનું કહેવું છે કે, તેનાથી કોઈ દેશની સરકારને પ્લેટફોર્મ સામે પગલાં લેવા પણ મુશ્કેલ બનશે.અન્ય નામાંકિત વેબસાઈટ રેડ્ડિટ, એમેઝોનને અસર થઈ છે. તેમજ યુકે સરકારની વેબસાઈટ અને વિશ્વની ઘણી મોટી ન્યૂઝ એજન્સીઓની વેબસાઇટ્‌સમાં પણ ક્ષતિ સર્જાઈ છે. આવું કન્ટેન્ટ ડિલિવરી નેટવર્ક કંપની ફાસ્ટલીના સોફ્ટવેર બગને કારણે થયું હોવાનું જાણવા મળ્યું છે.જુદા-જુદા આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલો મુજબ ફેસબુક, વ્હોટ્‌સએપ અને ઇન્સ્ટાગ્રામ ડાઉન થવાની ઘટના ઘણા દેશોમાં જાેવા મળી છે. અમેરિકા, બોલિવિયા, મોરોક્કો, મેક્સિકો અને બ્રાઝિલ સહિતના ઘણા દેશોમાં સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ ડાઉન થયા છે. સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ ફેસબુક, વ્હોટ્‌સએપ અને ઇન્સ્ટાગ્રામના ડાઉન થવાની અસર ભારતમાં પણ જાેવા મળી હતી. આજે સવારે આ પ્લેટફોર્મ ઓપન કરવામાં સમસ્યા આવી હતી. ક્ષતિ હોવાના કારણે સંદેશા મોકલવામાં, સર્ફિંગ કરવામાં અથવા તેમના પર કોમેન્ટ કરવામાં સમસ્યા આવી હતી.

Related posts

ફેસબુક-ઈન્સ્ટાગ્રામ ડાઉન થતાં કરોડો યુઝર્સ પરેશાન

editor

જીમેઈલનું સર્વર ડાઉન, ભારત સહિત ૧૧ દેશોમાં ઈમેલ સર્વિસ ખોરવાઈ

editor

लोगों की नाराजगी देख व्हाट्सएप ने रोका प्राइवेसी अपडेट का प्लान

editor

Leave a Comment

UA-96247877-1