Aapnu Gujarat
મનોરંજન

શ્રુતિ ઝા એ પોતાના ઘરે જ ‘કુમકુમ ભાગ્ય’નો પ્રોમો શૂટ કર્યો

ટીવી સ્ટાર શ્રુતી ઝાએ તેના શો ‘કુમકુમ ભાગ્ય’ ના પ્રોમો નું શૂટીંગ તેના ઘર મા જ પૂર્ણ કરીને કહ્યું કે, તે તેની ટીમ સાથે ફરી શૂટિંગ કરવાની રાહ જોઈ રહી છે. તેણે શૂટિંગ માટે જાતે પોતાનો મેક-અપ, વાળ અને લાઇટિંગ કરીને તેના ફોનમાંથી પ્રોમો શૂટ કર્યો છે. અભિનેત્રીનું કહેવું છે કે, ‘સાચું કહું તો હું કુમકુમ ભાગ્ય પરિવારને ખૂબ મિસ કરું છું. ગૌરવ દાદા અને શવના દીદી વિના હું પહેલી વાર પ્રજ્ઞા તરીકે તૈયાર થઇ છું. ગૌરવ દાદા મારા મેકઅપ આર્ટિસ્ટ છે અને શબાના દીદી મારી હેર સ્ટાઈલિશ છે. ”તેણે કહ્યું કે,“ હું તેમની સાથે સાથે શબ્બીર, મુગ્ધા, કૃષ્ણ અને સેટના દરેક લોકો ને મિસ કરી રહી છું. હું શૂટિંગ ફરી શરુ થવાની આતુરતાથી રાહ જોઇ રહી છું અને મને આશા છે કે ફરીથી સેટ પર પાછા ફરવું અને ફરી શૂટિંગ કરવું સલામત રહેશે. ” લોકડાઉન માં છૂટછાટ મળ્યા બાદ ટૂંક સમયમાં શોનું શૂટિંગ શરૂ કરવાની યોજના બનાવી છે. આ શો ઝી ટીવી પર પ્રસારિત થશે.

Related posts

‘સૂર્યવંશી’માં નવા વિલન તરીકે અભિમન્યુ સિંહ, અજયનો કેમિયો હશે

aapnugujarat

શાહિદ કપુર શ્રદ્ધાની ફિલ્મ સપ્ટેમ્બરમાં રજૂ થશે

aapnugujarat

પીએમ મોદીએ જમ્મુ કાશ્મીરથી હટાવવી જોઇએ ૩૭૦ની કલમ : કંગના રનૌત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1