Aapnu Gujarat
મનોરંજન

પીએમ મોદીએ જમ્મુ કાશ્મીરથી હટાવવી જોઇએ ૩૭૦ની કલમ : કંગના રનૌત

બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત હાલ તેના બેબાક નિવેદનને લઇને ચર્ચામાં રહે છે. હાલમાં કંગનાએ જમ્મુ-કાશ્મીરમાં થયેલા આત્મઘાતી હુમલાને લઇને તેની પ્રતિક્રિયા આપી છે. તેને આતંકી હુમલાની નિંદા કરી છે અને સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ ૩૭૦ હટાવવાની અપીલ કરી છે.
કંગનાએ કહ્યું છે કે એવું કોઇ રાજ્ય નથી કે જે આઝાદીના આટલા વર્ષ બાદ પણ એ ન જાણી શક્યા કે તેનો સંબંધ ક્યાંથી છે. આ કારણથી કાશ્મીરથી આર્ટિકલ ૩૭૦ને હટાવવાથી આપણા દેશને મજબૂતી મળશે. તેની સાથે જ રાજ્યની સ્થિતિ પણ સારી બનશે. આ કારણથી વડાપ્રધાને અનેક પગલા લેવા જોઇએ.
પાકિસ્તાન કલાકારોને ભારતમાં પ્રતિબંધ કરવાને લઇને અભિનેત્રીએ કહ્યું કે આપણા જવાનોને ઇજા થઇ છે. દરેક વસ્તુનો એક ધર્મ હોય છે. યુદ્ધનો પણ તેનો એક ધર્મ હોય છે અને આ ધર્મમાં અમે આપણા દેશની સાથે છીએ.
ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરના પુલવામામાં ઝ્રઇઁહ્લ પર હુમલા બાદ દેશભરમાં આક્રોશનો માહોલ છે. તેની સાથે જ બોલીવુડ સ્ટાર્સે પણ તેની નિંદા કરવાની સાથે શહીદોની આર્થિક મદદ કરી છે. એવામાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સંસ્થા ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લૉઇજે હવે પૂર્ણ રીતે પાકિસ્તાની કલાકારોની સાથે કામ કરવાથી ઇન્કાર કરી દીધો છો.

Related posts

शुरू हुई टाइगर श्रॉफ की ‘बागी ३’ की शूटिंग

aapnugujarat

Loans of around 2100 farmer’s paid by Amitabh Bachchan

aapnugujarat

કરણી સેનાની અક્ષયને ચેતવણી : ‘પૃથ્વીરાજ’નું ટાઇટલ બદલે

editor

Leave a Comment

UA-96247877-1