Aapnu Gujarat
ગુજરાત

આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા સાદગીપૂર્ણ યોજાશે

આજે ભગવાન જગન્નાથની ૧૪૩મી રથયાત્રા એકદમ સાદગીપૂર્ણ યોજાશે. વિશ્વ ભરમાં ચાલી રહેલી કોરોના મહામારીના પગલે ઈતિહાસમાં પ્રથમ વખત એવું બનશે કે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નહિ નીકળે. ત્યારે ભક્તોએ ટીવી સમક્ષ બેસીને જ ભગવાનની રથયાત્રા નિહાળવી પડશે. દરવર્ષ ની જેમ આ વર્ષે પણ મુખ્યમંત્રી રૂપાણી પહિંદ વિધિ કરીને ભગવાનના રથની સોનાની સાવરણીથી સેવા સફાઇમાં સહભાગી થશે. આ ઉપરાંત દેશનાં ગૃહમંત્રી અમિત શાહ દર વર્ષની જેમ જ આ વર્ષે પણ પરિવાર સાથે મંગળા આરતીમાં ભાગ લેશે.
છેલ્લા ૧૪૨ વર્ષથી ગમે તેવી વિપત્તી છતા પણ રથયાત્રાનું આયોજન થયુ છે. ત્યારે આ વખતે કોર્ટનાં આદેશ બાદ શું કરવું તેવી સ્થિતી પેદા થઇ હતી. જેના પગલે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા ઉપરાંત અમદાવાદના મેયર ઉપરાંત ઉચ્ચે અધિકારીઓએ મંદિર ટ્રસ્ટ સાથે વિચાર વિમર્શ કરીને પરંપરા પણ ન તુટે અને જે રિવાજ છે તે પણ જળવાઇ રહે તે પ્રકારનો વચગાળાનો રસ્તો કાઢ્યો હતો. રથયાત્રાની મંદિર ખાતે થતી તમામ વિધિ યથાવત્ત રીતે જ થશે પરંતુ રથયાત્રામાં મંદિરની આસપાસ રથને પ્રદક્ષિણા કરાવી દેવાશે. મંદિર સંકુલની બહાર રથ કાઢવામાં નહી આવે. ઉપરાંત આ તમામ વિધિમાં કોઇ પણ ભક્તોને પ્રવેશ આપવામાં નહી આવે.
માત્ર આમંત્રીત મહેમાનો અને મીડિયાને પ્રવેશ અપાશે. તેમાં પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તેનો ખાસ ખ્યાલ રાખવામાં આવશે. રથયાત્રામાં ભક્તોને રથ અને પ્રભુને દર્શન કરવા દેવામાં આવશે કે નહી તે મુદ્દે અવઢવ જોવા મળી હતી. મહંત દિલિપદાસજી દ્વારા જણાવાયું કે, રથ બહાર જ મુકવામાં આવશે અને ભગવાનનાં દર્શન કરી શકે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે તકેદારી રાખીને ભક્તોને દર્શન કરવા દેવામાં આવશે. જો કે બીજી તરફ અધિકારીઓ દ્વારા આવી કોઇ વાત નહી થઇ હોવાનું જણાવી રહ્યા છે. જેના કારણે ભક્તોને દર્શન કરવા દેવામાં આવશે કે નહી તે મુદ્દે હાલ ગુંચવાડો ઉભો થયો છે.
રથયાત્રા દ્વારા નાથ નગરચર્યાએ નિકળે છે, આ વર્ષોજુની પરંપરા છે માટે તેને સાચવવી પણ તેટલી જ જરૂરી છે. જેના કારણે હાલ મંદિર ટ્રસ્ટ દ્વારા અને સરકાર તથા ઉચ્ચ અધિકારીઓ દ્વારા વચગાળાનો રસ્તો કાઢવામાં આવ્યો છે. જે અનુસાર મંદિરમાંથી પરંપરા અનુસાર જ પહિંદ વિધિ કરીને ભગવાનને રથમાં બિરાજમાન કરાવવામાં આવશે. મંદિરની ફરતે પ્રદક્ષીણા કરાવીને રાત્રી રોકાણ હંમેશાની પરંપરા અનુસાર બહાર જ કરાવવામાં આવશે. બીજા દિવસે રથમાંથી ભગાવનને મંદિરમાં પ્રવેશ કરાવાશે. આ પ્રકારે પરંપરા પણ જળવાશે અને કોર્ટનાં આદેશની પણ અવગણના નહી થાય.
આખું મંદિર પરિસર તેમજ આસપાસનો વિસ્તાર પોલિસ છાવણીમાં ફેરવાયો છે. સેક્ટર ૧ ડ્ઢઝ્રઁ અમિત વર્મા પણ જગન્નાથ મંદિર પહોંચ્યા અને તમામ સુરક્ષા બંદોબસ્તનું નિરિક્ષણ કર્યું હતું. ત્યારે મંદિર તરફ આવતા તમામ માર્ગ કોર્ડન કરી દેવામાં આવ્યા છે. મંદિરની આસપાસની તમામ દુકાનો બંધ કરાવવામાં આવી છે. મંદિરના દ્વારા ફી એકવાર ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી પ્રતિવર્ષની રથયાત્રાની પરંપરા મુજબ આવતીકાલે અષાઢી બીજે આ રથયાત્રાના અવસરે સવારે ૭ કલાકે જગન્નાથ મંદિરે પહોચશે અને પહિંદ વિધિ કરીને ભગવાનના રથની સોનાની સાવરણીથી સેવા સફાઇમાં સહભાગી થશે. આ ઉપરાંત દેશનાં ગૃહમંત્રી અમિત શાહ દર વર્ષની જેમ જ આ વર્ષે પણ પરિવાર સાથે મંગળા આરતીમાં ભાગ લેશે. પ્રવર્તમાન સંજોગોમાં રથયાત્રા અંગેના આયોજનની વિગતો આપી હતી.
મુસ્લિમ બિરાદરોએ મહંત દિલીપદાસજીને ચાંદીનો રથ કર્યો અર્પણ
અમદાવાદમાં રથયાત્રા પહેલા કોમી એકતાના દર્શન થયા. શહેરના મુસ્લિમ બિરાદરોએ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીને ચાંદીનો રથ અર્પણ કર્યો. દર વર્ષે મુસ્લિમ બિરાદરો દ્વારા મંદિરના મહંતને ચાંદીનો રથ અર્પણ કરવામાં આવે છે. ત્યારે આ વખતે જગતના નાથ નગરચર્યાએ નથી નિકળવાના પરંતુ મંદિરના પરિસરમાં રથને ફેરવી રથયાત્રાના ઉત્સવની ઉજવણી કરવામાં આવશે.

Related posts

कच्छ से पाक का आईएसआई एजेंट गिरफ्तार

editor

પાકને જડબાતોડ જવાબ બદલ સેનાને શુભેચ્છાઓ : વાઘાણી

aapnugujarat

જમીન રીસ૨વેની કામગીરી સંબંધે કોઈ૫ણ ખેડૂત ખાતેદા૨ને અન્યાય નહીં થાય : ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1