Aapnu Gujarat
ગુજરાત

છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરની બિન અધિકૃત ખનન પ્રવૃત્તિમાં સામેલ લોકો સામે લાલ આંખ

છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાના દિશાનિર્દેશ મુજબ છોટાઉદેપુર ખાણ ખનીજ કચેરી દ્વારા બિન અધિકૃત ખનન-વહન પ્રવૃત્તિમાં સંડોવાયેલા શખ્સો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. માત્ર એક જ અઠવાડિયામાં ઝુંબેશરૂપ કામગીરી કરીને ખનીજ ચોરીમાં સંડોવાયેલા શખ્સો સામે કડક પગલાં ભરી રૂા. ૩૨.૦૮ લાખના દંડની વસુલાત કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર મયાત્રાની આ કાર્યવાહીથી ખનીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ખનીજ ચોરીના દુષણને નાબૂદ કરવા જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાંથી સાદી રેતીનું વહન કરતા કુલ-૧૯ વાહનધારકો પાસેથી રૂા. ૨૩,૮૫,૪૦૫ ની, બિનઅધિકૃત ખનનમાં સંકળાયેલા બે લીઝધારકો પાસેથી રૂા. ૬,૧૨,૦૯૦ ની, અને બિનઅધિકૃત સંગ્રહમાં સામેલ ૨ સ્ટૉકિસ્ટો પાસેથી રૂા.૨,૧૧,૨૩૪ની આમ, એક જ અઠવાડિયામાં કુલ ૩૨,૦૮,૭૨૯ની દંડ પેટે વસુલાત જિલ્લા ખાણ ખનીજ કચેરી, છોટાઉદેપુર દ્વારા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં અસ્તિત્વ ધરાવતી લીઝો અને સ્ટકોમાં પણ આગામી દિવસોમાં ઈન્સપેક્શન કરી કોઈ ગેરરીતી જણાયે, પગલાં ભરવામાં આવશે. ઉપરાંત રાત્રી દરમિયાન પણ રેતી ચોરીને ડામવા ભૂસ્તરશાસ્ત્રીની સૂચના મુજબ સઘન ચેકિંગ અને દેખરેખ કરવામાં આવે છે અને આવનારા દિવસોમાં વધુ સખત કાર્યવાહી હાથ ધરી રેત-ખનીજ ચોરીમાં સામેલ શખ્સો સામે પગલા ભરવામાં આવશે. જરૂર જણાયે ફોજદારી કાર્યવાહી હાથ ધરી વાહન-મશીનરી રાજ્યસાત કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
(અહેવાલ :- ઈમરાન સિંધી, પાવીજેતપુર)

Related posts

ચાંદીની લૂંટમાં પીએએસઆઇ અને કોન્સ્ટેબલની સંડોવણી

aapnugujarat

PM मोदी दो दिवसीय गुजरात दौरे पर आएंगे

editor

बोडकदेव इलाके में पीने के पानी को लेकर फिर विरोध प्रदर्शन हुआ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1