Aapnu Gujarat
Uncategorized

લીંબડીમાં ૩ કોરોના પોઝિટિવ કેસ

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં ત્રણ કોરોના પોઝિટિવ કેસ આવતા દોડધામ મચી જવા પામી હતી, લીંબડી સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સ મોનાલીબહેનને કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો, તેમજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ લીંબડીના સેક્રેટરી દિલીપસિંહ રાણાનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા તંત્ર દોડતું થઇ ગયું હતું. આ ઉપરાંત જીનપરામાં રહેતા નિરજ પટેલનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે, હાલ કોરોનાગ્રસ્ત વ્યક્તિઓના સંપર્કમાં જે લોકો આવ્યા છે તેમને કોરોનટાઈન કરવામાં આવેલ છે તેમજ સમગ્ર વિસ્તારને સેનેટાઈઝર કરવામાં આવેલ છે, લીંબડી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ચિંતાજનક રીતે કોરોનાનો કહેર વધતો જાય છે જે એક મોટો પડકાર સમાન છે હાલ કે સતત વધી રહ્યા છે ત્યારે તંત્ર દોડતું થઇ ગયું છે.
(તસવીર / અહેવાલ :- ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

Related posts

સોમનાથ તીર્થધામ ખાતે તા.૦૭-૦૮-૨૦૧૭ શ્રાવણ સુદ પૂનમના દિવસે ચંદ્રગ્રહણયોગ : ૨૬ વર્ષ બાદ રચાયો ખગોળીય ગ્રહણયોગ

aapnugujarat

જૉધલપીર વંશજ શ્રી લાલદાસ બાપુ નૅ 108 ની પદવી આપવામાં આવી

editor

જસદણ ચૂંટણી માટે પ્રચારનો અંત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1