Aapnu Gujarat
ગુજરાત

પાવીજેતપુર તાલુકાના નાનીરાસલીના યુવાને પોતાનો જન્મદિવસ ૭૦૦ થી વધુ માસ્કનું વિતરણ કરીને ઉજવ્યો.

      પાવીજેતપુર તાલુકાના નાની રાસલી ગામે રહેતા નવયુવાન રાઠવા મિલનકુમારે લોકડાઉનમાં ફરજ બજાવતા કોરોના યોદ્ધાઓને ૭૦૦ થી વધુ માસ્ક વિતરણ કરી પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો.
     સામાન્ય રીતે વર્તમાન સમયમાં જન્મદિવસ હોય એટલે યુવાનો ભેગા થઈ  પાર્ટી કરી જલસા કરી રૂપિયાના ધુમાડા કરતા હોય છે, જ્યારે પાવીજેતપુર તાલુકાના નાની રાસલી ગામે રહેતા એક આદિવાસી નવયુવાન એવા મિલન કુમાર અમૃતભાઇ રાઠવાએ પોતાનો જન્મદિવસ કોરોનાવાયરસ થી ચાલતી મહામારી ના કારણે કંઈક અલગ રીતે ઉજવવાનો નિર્ધાર કર્યો હતો. 
     સામાન્ય રીતે જન્મ દિવસ ઉજવવામાં જે ખર્ચો થાય એ જ ખર્ચાને સમાજ અને દેશના ઉપયોગમાં આવે તે હેતુસર પાવીજેતપુર તાલુકાના દરેક ચોકડીઓ ઉપર ખડે પગે લોકડાઉન દરમિયાન કોરોના યોદ્ધાઓ જે પોતાની સર્વિસ આપી રહ્યા છે તેઓને રૂબરૂ મળી માસ્ક આપી જન્મદિવસની ઉજવણી કરી હતી.
     સમગ્ર વિશ્વની સાથે પાવીજેતપુર તાલુકામાં પણ કોરોનાવાયરસ ની કુદરતી મહામારી સામે પોતાની ફરજ ખડે પગે ધોમધખતા તાપમાં પોલીસ જવાનો નિષ્ઠાથી બજાવે છે. આવા સમયે પોલીસ અધિકારી, પોલીસ જવાનો, હોમગાર્ડ જવાનો, ટ્રાફિક પોલીસ, બીએસએફ, એસઆરપી ,વગેરે સુરક્ષા જવાનો પોતાની ફરજ વિવિધ ગામોની ચોકડી પોઇન્ટ ઉપર ફરજ બજાવે છે. પાવીજેતપુર તાલુકાની વિવિધ ચોકડીઓ જેવીકે વાઘવા ચોકડી, તીનબત્તી , બસ સ્ટેન્ડ , વન કુટીર ,ડુંગરવાટ ચોકડી ,ખાંડી ચોકડી,કદવાલ ચોકડી, ખટાશ  ચોકડી , ભીખાપુરા ચોકડી વગેરે પર ફરજ બજાવતા સુરક્ષાકર્મીઓ જેઓને કોરોના યોદ્ધા તરીકેનું બિરુદ મળ્યું છે તેવા સુરક્ષા જવાનોને ૭૦૦થી વધુ માસ્ક આપ્યા હતા .રસ્તા ઉપર આવતા જતા માસ્ક વગરના લોકોને પણ માસ્ક આપ્યા હતા .જે આવા ઉત્તમ સેવા કાર્ય થી જન્મદિવસની ઉજવણી કરી આદિવાસી સમાજમાં પણ આ રોગ ની જાગૃતતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે જે પ્રેરણાદાયી વાત છે.
      આમ પાવીજેતપુર તાલુકાના નાની રાસલી ગામે રહેતા મિલનકુમાર  રાઠવાએ પાવીજેતપુર તાલુકાની ચોકડી ઉપર લોકડાઉન માં કોરોના યોદ્ધા તરીકે ફરજ બજાવતા સુરક્ષાકર્મીઓને ૭૦૦થી વધુ માસ્ક વહેચી પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી..

ઇમરાન સિંધી..પાવીજેતપુર

Related posts

૫ વર્ષનાં ભાઈએ બહેનને ગોળી મારી

aapnugujarat

રાહુલ ગાંધી તમે ભારતને બદનામ કરવાની સોપાંરી લીધી છે ? સમ્બિત પાત્રાનો વેધક સવાલ

aapnugujarat

કચ્છના જામકુનરિયામાં તીડનો આતંક!

editor

Leave a Comment

UA-96247877-1