Aapnu Gujarat
ગુજરાત

સાબરકાંઠા ના ઈડર ખાતે ધી ઈડર પ્રજાકીય વિધોત્તેજક સમિતિ દ્વારા જરૂરિયાત મંદોને રાશનકીટનુ વિતરણ કરવામા આવ્યુ

ઇડર નગરમા શિક્ષણના આધાર સ્તંભ સમાન શ્રી ઇડર વિધોત્તેજક સમિતિ સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓ સરપ્રતાપ હાઇસ્કુલ , શેઠ સી.કે.સરસ્વતી મંદિર તથા ટી.એમ.શાહ મહિલા આર્ટસ કોલેજ , ઇડર ધ્વારા તા.૧૦/૦૪/૨૦૨૦ થી તા.૩૦/૦૪/૨૦૨૦ સુધી ઇડર શહેરમા કોરોના મહામારીને ડામવા ખડેપગે જાહેર રસ્તાઓ પરના પોલીસ પોઇન્ટ અને સરકારી કચેરીઓમા ફરજ બજાવતા પોલીસ મિત્રો , હોમગાર્ડ જવાનો , નિવૃત આર્મી જવાનો , જીઆરડી , સ્વયંમ સેવક પોલીસમિત્ર , મામલતદાર કચેરી , પ્રાંત કચેરી , પોલીસ સ્ટેશન તથા બેંક કર્મચારીઓને રોજે રોજ છાશનુ વિતરણ કરવામા આવે છે જેમા ફરજ પરના કર્મચારીઓને ધોમધખતા તડકામા રોજેરોજ ઠંડી છાશ પીવડાવી લોકસેવા કરતી ઇડર પ્રજાકીય વિધોત્તેજક સમિતિ દ્વારા ઈડર નગરના ગરીબ પરિવારોની ચિંતા કરી જરૂરિયાત મંદ ગરીબ પરિવારોને અંદાજે ૬૫ અનાજની  કીટોનુ વિતરણ કરવામા આવ્યુ હતુ જેમા સંસ્થાના પ્રમુખશ્રી જે.ટી.ચૌહાણ , મંત્રીશ્રી દુષ્યંતભાઈ પંડ્યા , એમ.આર.પટેલ , ઉપ્રમુખશ્રી પી.સી.પટેલ , ડો હરીશ ગુર્જર, ડી.કે.પટેલ , કોષાધ્યક્ષશ્રી જગદીશભાઈ અમીન , સહકોષાધ્યક્ષશ્રી એન.કે.પટેલ તથા પૂર્વ પ્રમુખ જે.સી.શાહ તેમજ મેનેજીગ કમિટીના તમામ સભ્યશ્રીઓ , ત્રણે સંસ્થાના આચાર્યશ્રી પીયુષભાઈ દવે , ડો જે એસ.કુંપાવત , ડો કે.એસ.ત્રિવેદી તથા શાળા તેમજ કોલેજ પરિવાર તરફથી પુરતો સહયોગ આપવામા આવેલ
ઇડરમા સરપ્રતાપ હાઇસ્કુલ જેવી સંસ્થા કે જે ૧૨૫ વર્ષ કરતા પણ વધુ સમયથી ઇડર તાલુકાના લોકોને શિક્ષણ આપવાનુ ભગીરથ કાર્ય કરી રહેલ છે અને અત્યારે જયારે દેશ કોરોના જેવી મહામારીમા આ વિકટ સમયમાથી પસાર થઇ રહેલ છે તેવા સમયે સંસ્થાઓનુ આ કાર્ય લોકો માટે પ્રેરણાદાયી બની રહેશે

દિગેશ કડિયા
સાબરકાંઠા

Related posts

श्रेयस कॉम्प्लेक्स से मकरबा पुलिस हेड क्वार्टर्स तक की ड्रेनेज लाइन का सीसीटीवी से डिसिल्टिंग किया जाएगा

aapnugujarat

જૂનાગઢ જિલ્લામાં 70 પ્રકારના 5.76 લાખ વાહન, સૌથી વધુ બાઈકની સંખ્યા

aapnugujarat

સુરેન્દ્રનગરમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ખાસ વર્કશોપ

editor

Leave a Comment

UA-96247877-1