Aapnu Gujarat
ગુજરાત

૩ મહિના થી ઘરેલું હિંસાથી પીડિત મહિલા નુ વેરાવળ ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઈને સુખઃદ સમાધાન કરાવ્યુ

તાલાલા તાલુકા ના અેક ગામમાં ૩ મહિના થી ઘરેલું હિંસાથી પીડિત મહિલા પોતાની એક વર્ષ ની બાળકી સાથે પોતાના પિયર રિસામણે બેઠેલી મહિલા એ ૧૮૧ અભયમ્ માં ફોન કરી મદદ માગેલી જેના પગલે વેરાવળ ૧૮૧ ટીમ મહિલા ના પિયર પહોંચી હતી અને મહિલા નુ કાઉન્સેલીંગ કરતા મહિલા એ જણાવ્યું હતું કે તેમના પતિ મહિલા પર માનસિક શારિરીક ત્રાસ ગુજારતા હતા મહિલા ના પતિ ને આગેવાનો દ્વારા પણ સમજવા માં આવેલ પરંતુ મહિલા ના પતિ માં કશુ સુધારો ન થતાં અને પતિ બાળકી નો પણ વિચાર કર્યા વિના છુટાછેડા સુધી પહોંચી જતાં મહિલા બાળકી ને સાથે લઇને ૩ મહિના થી પિયર જતી રહી હતી અને ૩ મહિના સુધી માતા પુત્રીની ખબર ના લીધેલ મહિલા સમાધાન કરી સાસરે રહેવા માંગતા હોય તેથી ૧૮૧ ટીમ મહિલા ના સાસરી માં જઈ બન્ને પક્ષો ને આગેવાનો ની હાજરી માં સામસામે બેસાડી કાયદાકીય માહિતી આપી સમજાવી સુખદ સમાધાન કરાવ્યુ હતુ.

  મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

મુખ્યપ્રધાન રૂપાણીની અધ્યક્ષતામાં ખેલમહાકુંભ-૨૦૧૭ સમાપન સમારોહ : ૨૮મી સપ્ટેમ્બરે નડિયાદ ખાતે યોજાશે

aapnugujarat

વિરમઞામ તાલુકા પંચાયતનાં 3 સભ્યોને પક્ષ વિરોધી કામ કરવા બદલ કોંગ્રેસ પ્રમુખ દ્રારા સસ્પેન્ડ કરવા નોટીસ પાઠવવામાં આવી

aapnugujarat

અમદાવાદમાં યુવકની હત્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1