Aapnu Gujarat
ગુજરાત

જૂનાગઢ જિલ્લામાં 70 પ્રકારના 5.76 લાખ વાહન, સૌથી વધુ બાઈકની સંખ્યા

હાલમાં ચાલી રહેલ વિધાનસભા સત્ર દરમિયાન જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી જુનાગઢ જિલ્લામાં 31 12 2021 ની સ્થિતિએ આરટીઓમાં કેટલા વાહન નોંધાયેલા છે અને કેટલા 15 વર્ષ કે તેથી વધુ વર્ષ જૂના છે અને ૧૫ વર્ષ કે તેથી વધુ વર્ષ જૂના વાહનો સ્ક્રેપ કરવાના છે કે કેમ એ અંગે પ્રશ્ન કર્યો હતો જેના જવાબમાં વાહન વ્યવહાર મંત્રીએ જણાવ્યું હતું કે જૂનાગઢ જિલ્લામાં ૭૦ પ્રકારના કુલ 572330 વાહનો છે તેમાં 15 વર્ષ કે તેથી વધુ સમયથી નોંધાયેલા વાહનોની સંખ્યા 80076 હજાર છે અને વાહન સ્ક્રેપ કરવાના જવાબમાં સરકારે ના પાડી છે જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ 398450 બાઇક અને સ્કુટર છે જેમાં 47981 બાઈક અને સ્કૂટર 15 વર્ષ કરતાં વધુ સમયથી નોંધાયેલા છે તો 64646 કાર નોંધાયેલી છે તેમાંથી 12605 કાર 15 વર્ષ કરતાં વધુ સમય જૂની છે 26818 ટ્રેક્ટર છે જેમાંથી 3282 15 વર્ષ કરતાં વધુ સમયથી નોંધાયેલા છે પેસેન્જર રીક્ષા 7628 માલવાહક રીક્ષા 12284 અને એમ્બ્યુલન્સ વાહનો 195 છે જેમાંથી 24 વાહનો 15 વર્ષ કરતાં વધુ જૂના છે

Related posts

તાપી રીવર લિંક પ્રાેજેક્ટમાં સ્વેત પત્ર બહાર પાડવાના કોંગ્રેસના વિધાન સામે આદિવાસી મંત્રીઓએ આ વાત કહી

aapnugujarat

ગ્લોબલ વોર્મિંગનું નિરાકરણ વૃક્ષોનું જતન : મંત્રી ઈશ્વરભાઈ પરમાર

editor

શાહપુરમાં ભીષણ આગના લીધે અંધાધૂંધી સર્જાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1